સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ: આજે 207 તાલુકામાં મેઘમહેર
Gujarat Rain Update : શ્રાવણ મહિનાના અંતમાં ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં આજે ગુજરાતનાં તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
23 ઓગસ્ટ રાત્રિના 10 વાગ્યા સુધીની આગાહી
રેડ ઍલર્ટ
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી
રેડ ઍલર્ટ સિવાયના બાકી તમામ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે
આગામી દિવસોની આગાહી
24 ઓગસ્ટ
ઓરેન્જ ઍલર્ટ: જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી
25 ઓગસ્ટ
ઓરેન્જ ઍલર્ટ: મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી
26 ઓગસ્ટ
ઓરેન્જ ઍલર્ટ: મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી
27 ઓગસ્ટ
ઓરેન્જ ઍલર્ટ: કચ્છ, બનાસકાંઠા
28 ઓગસ્ટ
ઓરેન્જ ઍલર્ટ: કચ્છ, બનાસકાંઠા
29 ઓગસ્ટ
ઓરેન્જ ઍલર્ટ: કચ્છ, બનાસકાંઠા
આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
23 ઓગસ્ટે વલસાડ, જૂનાગઢ, તાપી, નર્મદા, નવસારી, સાબરકાંઠા, વડોદરા, અમરેલી, દેવભૂમિ દ્વારકા, સુરત, મહેસાણા, રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ધરમપુરમાં 4.17 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢના ભેસાણમાં 3.9 ઈંચ, વલસાડના પારડીમાં 3.54 ઈંચ, તાપીના વ્યારામાં 3.27 ઈંચ, સોનગઢમાં 2.87 ઈંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતનાં કુલ 207 તાલુકામાં આજે વરસાદ ખાબક્યો હતો.