ગુજરાતના 153 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ
Rainfall in Gujarat : દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે હજુ બે દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં આજે શુક્રવારે(5 સપ્ટેમ્બર) રાજ્યના 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4.37 ઇંચ વરસાદ વરસ્યો છે. જુઓ ક્યાં કેટલો વરસાદ થયો.
153 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે શુક્રવારે સવારના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 153 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ખેડાના નડિયાદમાં 3.23 ઇંચ, સુરત સિટીમાં અને ગાંધીનગરના દહેગામમાં 2.83-2.83 ઇંચ, મહીસાગરના કડાણામાં 2.8 ઇંચ, વલસાડના ધરમપુરમાં 2.76 ઇંચ વરસાદ ખાબક્યો છે. આમ 15 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
55 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ
જ્યારે તાપીના વ્યારા, ઉચ્છલ, આણંદના સિજોત્રા, સુરેન્દ્રનગરના દસાડા, નર્મદાના તિલકવાડા, નવસારી સહિત 55 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ
જુઓ ક્યાં-કેટલો વરસાદ