અમદાવાદમાં મોડી રાતથી વરસાદી માહોલ: ગુજરાતનાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Rain in Amreli, Botad, Ahmedabad : ગુજરાતમાં દિવાળી બાદ પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી જ કમોસમી વરસાદના કારણે અમદાવાદમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવાય અમરેલી અને બોટાદમાં પણ રાત્રિના સમયથી જ વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યાં વરસાદની સાથે ઠંડી પણ હોવાથી રોગચાળો ફેલાવવાની ભીતિ છે.
27 ઓક્ટોબરે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી?
આજે ગુજરાતનાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાતનાં તમામ જિલ્લા તથા ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, ખેડામાં વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે.
આજે સવારના 10 વાગ્યા સુધી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, પોરબંદર, જુનાગઢ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, તાપી, વલસાડ સહિતના જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
હજુ તો આવતીકાલે 28 ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

