Gujarat

VIDEO: અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: અંડરબ્રિજ જળબંબાકાર, ટ્રાફિક જામ અને વાહનો ખોટકાયા

By GS TEAM
16 Jun 20251 min read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં આજે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક આવેલા આ ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે જનજીવન પ્રભાવિત થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: અંડરબ્રિજ જળબંબાકાર, ટ્રાફિક જામ અને વાહનો ખોટકાયા

Rain In Ahmedabad : અમદાવાદ શહેરમાં આજે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક આવેલા આ ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે જનજીવન પ્રભાવિત થયું હતું.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ શહેરના કેટલાક અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક મુખ્ય રસ્તાઓ પણ પાણી પાણી થઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.


આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં અતિભારે વરસાદ, સરકારે જિલ્લા કલેક્ટર્સને આપ્યા મોટા આદેશ

અચાનક તૂટી પડેલા વરસાદથી મોટાભાગના મુખ્ય રોડ અને ચાર રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પાણી ભરાયેલા રસ્તા પર વાહન ચલાવનારાઓના વાહનો પણ ખોટકાયા હતા, જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી. કેટલીક જગ્યાએ સ્થાનિકોએ સ્વયંભૂ રીતે ગટરના ઢાંકણા પણ મહામહેનતે ખોલી નાખ્યા હતા, જેથી રસ્તા પર ભરાયેલું પાણી ઝડપથી વહી જાય અને લોકોને રાહત મળે.

ઘીકાંટા નજીક એક યુવકનું મોત 

અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘી કાંટા નજીક પોળ પાસે એક યુવકનું કરંટ લાગવાના કારણે મૃત્યુ થયું છે. ઈલેક્ટ્રિક થાંભલાનો વાયર ખુલ્લો હોવાના કારણે કરંટ લાગ્યો હતો.