Get The App

VIDEO: અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજા મંડાયા, 2 થી 3 ઈંચ વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજા મંડાયા, 2 થી 3 ઈંચ વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા 1 - image


Rain In Ahmedabad : ગુજરાતમાં આગામી 6 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રાજ્યમાં આજે બુધવારે (25 જૂન) 100થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. 

5 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે બુધવારે રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે 1 વાગ્યા સુધીમાં ભરૂચ, આણંદ, મહીસાગર, અરવલ્લી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

અમદાવાદમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જળબંબાકારની સ્થિતિ

અમદાવાદ શહેરમાં મેઘરાજા મંડાયા છે. આજે (25 જૂન) સાંજ બાદ સતત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, મણિનગર, કાંકરિયા, રાણીપ, વાડજ, ઘોડાસર, ઇસનપુર, નરોડા, વસ્ત્રાલ, ઓઢવ, જશોદાનગર, રામોલ, હાથીજણ, વસ્ત્રાપુર, બોડકદેવ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. બે થી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર્વના ઓઢવ, મણિનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

શહેરમાં અનેક અંડરપાસ બંધ, ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ

ખોખરાથી સીટીએમ જતા રસ્તા પર પાણી ભરાયા છે. જ્યારે ગોરના કુવાથી અમરાઈવાડી સુધીનો રસ્તો જળમગ્ન થયો છે. ભારે વરસાદના પગલે અનેક અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર ઠપ થઈ છે. પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. શહેરના આંબેડકર ઓવરબ્રિજ પર વરસાદને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં અનેક વાહનો ફસાયા હતાં. નિકોલના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ટ્રાફિકમાં વાહનો ફસાયા હતાં. ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. કુબેરનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા છે.

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીમાં મુશ્કેલી

અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પગલે રથયાત્રાની તૈયારીમાં મુશ્કેલી સર્જાઈ છે. સરસપુર પોળ વિસ્તારમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા છે. બીજી તરફ વરસાદને લઈને પોળમાં વીજળી ગુલ થતાં અંધારપટ છવાયો છે. હાલ રથયાત્રામાં સામેલ થનારા હજારો લોકો માટે જમણવારની તૈયારીઓ ચાલી રહી છે. જે વરસાદ અને અંધારપટના કારણે મુશ્કેલીમાં મૂકાઈ છે.

ઓઢવમાં એક વ્યક્તિ ખાડામાં પડ્યો

શહેરના ઓઢવમાં એક વ્યક્તિ ખાડામાં પડ્યો હોવાના સમાચાર મળ્યા છે. જે ખારીકડ કેનાલમાં તણાયાનું અનુમાન છે. હાલ ફાયર વિભાગ દ્વારા શોધવાની કામગીરી હાથ ધરાઈ છે.

હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો

અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર ભારે વરસાદ અને પાણી નિકાલ ન થતા બેટમાં ફેરવાયો છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા છે. 

અમરાઈવાડી વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસ્યા


આ પણ વાંચો: રાજ્યમાં આગામી 1 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, 13થી વધુ જિલ્લામાં ઍલર્ટ

6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે ગુરુવારે (26 જૂન) અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

Tags :