Get The App

ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 1 - image


Rainfall In Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આજે (24 ઓગસ્ટ) રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે. ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો. 

213 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજે (24 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરાના ડભોઈમાં 2.76 ઇંચ, બનાસકાંઠાના દાંતા 2.68 ઇંચ, સાબરકાંઠાના ઈડરમાં 2.48 ઇંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, સુરતના ઉમરપાડા, મોરબીના માળિયા અને રાજકોટના જામકંડોરાણામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

મોરબી, છોટા ઉદેપુરના બોડેલી, તાપી, અરવલ્લીના ભિલોડા, વડોદરાના કરજણ, દેવભૂમિ દ્વારકાના ભાનવડ સહિત 43 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યાર અન્ય 170 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે. 

જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો

ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 2 - imageગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 3 - imageગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 4 - imageગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 5 - imageગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 6 - image

Tags :