ગુજરાતમાં મેઘમહેરની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; આજે વલસાડમાં સૌથી વધુ વરસાદ
તસવીર : IANS
Heavy rain hits South Gujarat : ગુજરાતમાં જૂન-જુલાઈમાં મેઘમહેર થઈ હતી, જોકે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી મેઘરાજાએ વિરામ લીધો હતો. એવામાં આજે વસલાડ સહિત દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આવતીકાલે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી?
11 ઓગસ્ટ
ભારેથી અતિભારે વરસાદની આગાહી: વલસાડ, નવસારી
છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી: નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર
હવામાન વિભાગે 12થી 14 ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
આજે ( 10 ઓગસ્ટ ) મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ અસર વલસાડ અને દમણમાં થઈ. સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં સૌથી વધુ 4.02 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પારડીમાં 3.94 ઈંચ, ઉમરગામમાં 2.36 ઈંચ, વાપીમાં 2.01 ઈંચ, ચિખલીમાં 1.65 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
આ સિવાય જૂનાગઢ, નવસારી, સુરત, જામનગર, ખેડા, દાહોદ, ગીર સોમનાથ, તાપી, અમરેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો.