Get The App

મેઘમહેર: આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Updated: Jun 19th, 2025

GS TEAM


Google News
Google News
મેઘમહેર: આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી 1 - image


Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં આહવામાં 9.8 ઇંચ, કપરાડામાં 9.5 ઇંચ, વઘઈમાં 7.7 ઇંચ અને સુબીરમાં ઇંચ વરસાદ નોંધાયો હતો. હવે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગહી કરી છે. 

દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુરુવારે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના 134 માર્ગો બંધ

ગુજરાતમા ચોમાસાના પ્રાંરભે વરસેલા ભારે વરસાદને લઈને રાજ્યના 134 માર્ગો બંધ છે. જેમાં 10 સ્ટેટ હાઇવે ઉપર પાણી ફરી વળતાં કે અન્ય કોઈ કારણોસર વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. તો 28 અન્ય માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. પંચાયત હસ્તકના કુલ 95 માર્ગો વાહનવ્યવહારમાટે બંધ કરાયા છે. ભાવનગરમાંથી પસાર થતો 1 નેશનલ હાઇવે ભારે વરસાદને કારણે બંધ કરાયો છે.

આ પણ વાંચો: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 24 કલાકમાં 160 તાલુકામાં મેઘ મહેર, ડાંગ-આહવામાં 9.8 ઇંચ

રાજ્યમાં આ સાર્વત્રિક વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને રાજ્યભરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ચોમાસાના આ પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલમાં 11 ડેમ હાઇઍલર્ટ પર છે, જ્યારે 13 ડેમ ઍલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.


મેઘમહેર: આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી 2 - image

Tags :