app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે મેઘરાજા

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદી સિસ્ટમ રહેશે સક્રિય

રાજ્યમાં હાલ 98 ટકા વરસાદ નોંધાયો

Updated: Sep 10th, 2023


રાજ્યમાં હાલ 98 ટકા વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થઈ હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યમાં ઓગ્સટ મહિનામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો

રાજ્યમાં ઓગ્સ્ટ મહિનામાં માત્ર દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો જે 86 વર્ષનો સૌથી ઓછા વરસાદનો રેકોર્ડ બન્યો હતો ત્યારે રાજ્યમાં બે દિવસ પહેલા જ અનેક જિલ્લાઓમાં વરસાદે દેખા દીધી હતી. છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થતા અનેક જગ્યાએ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યમાં અનેક જગ્યાએ ગઈકાલે વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દાહોદ, ભરુચ, મહીસાગર, ડાંગ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ખેડા, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે કચ્છમાં હાલ વરસાદની સંભાવના ઓછી છે. 

આગામી ત્રણ દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આ ઉપરાંત નવી સિસ્ટમ 14મી સપ્ટેમ્બર સુધીમાં બનશે. આ સિવાય તેમણે જણાવ્યુ હતું કે આજથી ચાર દિવસ અરબ સાગરમાં સિસ્ટમ બનશે તેમજ 22મી તારીખે નવી સિસ્ટમથી રાજ્યમાં વરસાદ પડી શકે છે. 

Gujarat