Get The App

વાદલડી વરસી રે... ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી, 5 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
વાદલડી વરસી રે... ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી, 5 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ 1 - image


Rain forecast Gujarat : ચોમાસાની વિદાય સમયે ગુજરાતના કટેલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસી રહ્યો છે. નવરાત્રિના તહેવારમાં વરસાદ થતાં ખેલૈયાઓ અને ગરબી આયોજકો મુશ્કેલીમાં મૂકાયા છે, ત્યારે હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ત્રણ દિવસ સૌરાષ્ટ્રના 6થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં મંગળવારે (30 સપ્ટેમ્બર) 5 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.

3 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, 30 સપ્ટેમ્બરના રોજ રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, જામનગર, અમરેલી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

1 ઑક્ટોબરની આગાહી

યલો ઍલર્ટ: દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ.

2 ઑક્ટોબરની આગાહી

યલો ઍલર્ટ: કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, સિઝનનો કુલ 115% વરસાદ થયો, સૌથી વધુ કચ્છમાં

3-5 ઑક્ટોબરની આગાહી

3-5 ઑક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.

Tags :