ધોધમાર વરસાદની આગાહી : વડોદરાના ઉપરવાસમાં વરસાદથી આજવાની સપાટી વધી : વધીને 211.45 ફૂટ થઈ
a has i
Vadodara Rain Update : વડોદરા શહેરમાં ગઈ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે છેલ્લા 24 કલાકમાં પોણો ઇંચ જેવા વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 431 મિમી નોંધાયો હતો. શહેરને પાણી પૂરું પાડતાં આજવા સરોવરની સપાટી ઉપરવાસમાં વરસાદના કારણે 211.45 ફૂટ નોંધાઈ હતી. આજવા સરોવરમાં પાણીની સપાટી વધતા પંપથી પાણી ઉલેચવાનું શરૂ કરાવ્યું હતું. પરિણામે કાલાઘોડા ખાતે વિશ્વામિત્રીની સપાટી 8.99 ફૂટ થઈ હતી. આજે ભારે વરસાદની આગાહી થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ફ્લોર કંટ્રોલના જણાવ્યા પ્રમાણે એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા વડોદરા સહિત અન્ય શહેરોમાં આજે ભારે વરસાદની આગાહી છે ત્યારે ગઈકાલે મહત્તમ તાપમાન 32.6 અને લઘુત્તમ 25.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ,જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રણામ સવારે 95 ટકા રહ્યું હતું.
જોકે ઉપરવાસમાં વરસાદના કારણે આજવા સરોવરની સપાટી 211.45 ફુટ થઈ હતી. જેથી મોડી રાત્રે 14 પંપથી આ જોવાનું પાણી શરૂ કરાયું હતું. જ્યારે બીજી બાજુ આજવાનું પાણી ઉલેચવા ડીઝલ પંપ બંધ કરીને 1 હજાર કેવીની વીજ લાઈન નાખવામાં આવી છે. આજે મંગળવારે ધોધમાર વરસાદની આગાહી છે. જોકે ગઈકાલે આજવા સરોવરની સપાટી 211.33 ફૂટ પાણી ઉલેચ્યા બાદ થઈ હતી. પરંતુ ઉપર વાસના વરસાદને કારણે સપાટી ફરી એકવાર 211.45 ફૂટે પહોંચી છે.