કારતક માસમાં ચોમાસુ બેઠું! વડોદરામાં સવારથી ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાયું

Vadodara Rain : વડોદરામાં આજે સવારથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો હતો. શરૂઆતમાં ધીમીધારે સમગ્ર શહેરમાં વરસાદ વરસ્યા બાદ બપોરે ધોધમાર વરસાદ વરસતા જનજીવનને અસર થઈ હતી.
કારતક માસમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાતા શહેરીજનોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. ભારે વરસાદના પગલે શહેરના કારેલીબાગ, ડાંડિયા બજાર, રાવપુરા, એમજી રોડ સહિતના રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા. કેટલાક નિચાનવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ લખાય છે ત્યાં સુધી પણ સતત એકધારો વરસાદ વરસી રહ્યો છે.

