Gujarat

ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદનું ઍલર્ટ, 22 જૂનથી રાજ્યભરમાં થશે જળબંબાકાર

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 19 થી વધુ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. આગામી 22 તારીખથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદનું ઍલર્ટ, 22 જૂનથી રાજ્યભરમાં થશે જળબંબાકાર

Rain Forecast, Gujarat : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 19 થી વધુ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. આગામી 22 તારીખથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. 

આગામી 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શનિવારે (21 જૂન) કચ્છ, પાટણ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

22 જૂનની આગાહી

આગામી 22 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 22 જૂને નવસારી, વલસાડ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, મહીસાગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, આણંદ, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 


23 જૂનની આગાહી

રાજ્યમાં 23 જૂને 21થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, મહીસાગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ હોવાથી ભારે વરસાદની શક્યતા છે. 

24 જૂનની આગાહી

24 જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહેવાની શક્યતા છે. આ દિવસે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.


આ પણ વાંચો: ગુજરાત લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 23 જૂન સુધી કરી શકાશે વાંધા અરજી

25 જૂનની આગાહી

25 જૂને નવસારી, વલસાડ અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.