આ બ્રિજો ઉપર ભારે લોડીંગ વાહન પસાર નહીં થઈ શકે , સરદાર,સુભાષ,નહેરુબ્રિજ સહિત ૧૬ બ્રિજ ઉપર હાઈટ બેરીયર લગાવાશે

અમદાવાદ,શુક્રવાર,12
ડિસેમ્બર,2025
અમદાવાદમાં આવેલા વર્ષો જુના એવા સરદાર ઉપરાંત સુભાષ,નહેરુબ્રિજ સહિત
૧૬ બ્રિજ,રેલવેબ્રિજ
ઉપરથી ભારે લોડીંગ વાહન પસાર નહીં થઈ શકે.આ તમામ બ્રિજ ઉપર રુપિયા ૩.૫૪
કરોડના ખર્ચથી રીસ્ટ્રીકટેડ હાઈટ બેરીયર
લગાવવા કોર્પોરેશન દ્વારા રિ-ઈન્વાઈટ કરવામા આવ્યુ છે.આ ઉપરાંત આગામી ૧૪
જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વ આવતુ હોવાથી શહેરના તમામ બ્રિજ ઉપર તાર બાંધવામા આવશે.
૯ જુલાઈ-૨૫ના રોજ ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી ગુજરાત હાઈકોર્ટ
અને રાજય સરકાર દ્વારા શહેરના તમામ બ્રિજ ઉપર
બ્રિજની લોડીંગ વહન કરવાની ક્ષમતા
દર્શાવતા ડીઝાઈન કેપેસીટી અંગેના ઈન્ફોરમરી સાઈનબોર્ડ લગાવવાની તેમજ જુના બ્રિજો
ઉપર રીસ્ટ્રીકટેડ હાઈટ બેરીયર લગાવવાની
કામગીરી કરવા કોર્પોરેશનને નિર્દેશ આપવામાઆવ્યા હતા.રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે
કહયુ, આ
કામગીરી માટે અગાઉ એક વખત ટેન્ડર કરાયુ હતુ જે સિંગલ ટેન્ડર આવતા ટેન્ડર
રિ-ઈન્વાઈટ કરવામા આવ્યુ છે. મોરબી ઝુલતાપુલની દુર્ઘટના પછી તથા તાજેતરમા થયેલ
ગંભીરાબ્રિજની દુર્ઘટના પછી હાઈકોર્ટ અને રાજયસરકારના નિર્દેશને લઈ મ્યુનિસિપલ કમિશનર
બંછાનિધી પાનીએ પ્રોજેકટ રીવ્યુ બેઠકમાં શહેરમા આવેલા તમામ જુના બ્રિજો ઉપર
રીસ્ટ્રીકટેડ હાઈટ બેરીયર લગાવવાની કામગીરી માટે તાકીદે ટેન્ડર કરવા સુચના આપી
હતી.
શહેરના કયા-કયા બ્રિજો ઉપર રીસ્ટ્રીકટેડ હાઈટ બેરીયર લાગશે
નામ બનાવ્યા
વર્ષ હાઈટ બેરીયરની સંખ્યા
કાલુપુર ૧૮૭૫ ૦૨
સરદાર(જુનો) ૧૯૪૦ ૦૧
ગાંધીબ્રિજ(જુનો) ૧૯૪૨ ૦૧
નહેરૃબ્રિજ ૧૯૬૨ ૦૨
પરીક્ષીતબ્રિજ ૧૯૬૮ ૦૨
સુભાષબ્રિજ ૧૯૭૩ ૦૨
ગીરધરનગર ૧૯૮૫ ૦૨
આંબેડકરબ્રિજ ૧૯૯૦ ૦૨
ચીમનભાઈ બ્રિજ ૧૯૯૪ ૦૨
કેડીલા બ્રિજ ૧૯૯૬ ૦૨
ઝઘડાબ્રિજ ૧૯૯૮ ૦૨
સરદાર(નવો) ૨૦૦૦ ૦૧
ચાંદલોડીયાબ્રિજ ૨૦૦૦ ૦૨
વિવેકાનંદબ્રિજ(નવો) ૨૦૦૧ ૦૨
ગાંધીબ્રિજ(નવો)
૨૦૦૧ ૦૧
જીવરાજબ્રિજ ૨૦૧૭ ૦૨
સુભાષબ્રિજ માટે ફાઉન્ડેશન ટેસ્ટિંગ શરુ કરાયુ
સુભાષબ્રિજ બંધ કરાયા પછી કોર્પોરેશન દ્વારા ડીટેઈલ ટેસ્ટીંગની
કામગીરી કરવાઈ રહી છે.નિષ્ણાતોની પ્રાથમિક મુલાકાત દરમિયાન ફાઉન્ડેશન ટેસ્ટીંગ કરવાની
ભલામણ કરાઈ હતી.જેને ધ્યાનમા લઈ પ્રતિષ્ઠીત એક એજન્સી દ્વારા બ્રિજના ફાઉન્ડેશન ટેસ્ટીંગની
કામગીરી કરાઈ રહી છે.જોકે કોર્પોરેશન તરફથી કઈ એજન્સીને ફાઉન્ડેશન ટેસ્ટીંગની કામગીરી
અપાઈ છે તે નામ જાહેર કરાયુ નથી.








