Get The App

વાપીના 40 શેડમાં કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ

Updated: Oct 17th, 2023

GS TEAM


Google News
Google News
વાપીના 40 શેડમાં કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ 1 - image


- લાશ્કરોએ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો : આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન

વાપી, તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર 

વાપી જીઆઈડીસીના 40 શેડ એરિયામાં આવેલી કંપનીમાં આજે મંગળવારે અચાનક આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી. ધડાકા સાથે આગ વધુ તિવ્ર બનતા આજુબાજુમાં આવેલી કંપનીના કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. લાશ્કરોએ ભિષણ આગને બેથી ત્રણ કલાકની મહેનત બાદ કાબુમાં લીધી હતી. આગને કાબુમાં લેતી વેળા એક કામદાર સામાન્ય દાઝયો હતો.જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

વાપીના 40 શેડમાં કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર વાપી જીઆઈડીસીના 40 શેડમાં કલરનું ઉત્પાદન કરતી અનુપ પેઈન્ટસ નામક કંપની આવેલી છે. આજે મંગળવારે બપોરે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. જ્વલંતશીલ પદાર્થને કારણે આગ ધડાકા સાથે વધુ તિવ્ર બનતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા બચાવ થયો હતો. તો આજુબાજુમાં આવેલી કંપનીના કર્મચારીઓનો જીવ ટાળવે ચોંટી ગયા હતા. ઘટનાને પગલે પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી જઈ સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરી દીધો હતો. આગ લાગતા શરૂઆતમાં કર્મચારીઓ આગ હોલવતી વેળા એક કર્મચારી સામાન્ય દાઝી ગયો હતો.

Tags :