Gujarat

વડોદરામાં ગરમીનો પ્રકોપ,માણેજા અને અકોટા બ્રિજ પાસે ઘાસમાં આગ

By GS TEAM
12 May 20261 min read
વડોદરામાં ગરમીનો પ્રકોપ,માણેજા અને અકોટા બ્રિજ પાસે ઘાસમાં આગ

વડોદરાઃ શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી ઘાસ અને કચરાના ઢગલામાં આગ લાગવાના સતત બનાવો બની રહ્યા છે.આવા બનાવોને કારણે ધુમાડા ફેલાતાં આસપાસના રહીશો અને વાહનચાલકો પરેશાન થતા હોય છે.

અગાઉ વિશ્વામિત્રી નદીના કાંઠે ઝાડીઓમાં લાગેલી આગને કારણે કારેલીબાગ વિસ્તારની એક ચિલ્ડ્રન હોસ્પિટલ સુધી આગ  પહાેચતા બાળ દર્દીઓને શિફ્ટ કરવા પડ્યા હોવાનો પણ બનાવ બન્યો હતો.

  આજે બપોરે માણેજા ક્રોસિંગ પાસે ખુલ્લી જમીનમાં ઘાસમાં તેમજ અકોટા બ્રિજ પાસે ઘાસ અને કચરામાં આવી રીતે આગ લાગતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.