વડોદરામાં કુંજ પ્લાઝાના ધાબા પર ભરાયેલા વરસાદી પાણી અંગે આરોગ્ય અમલદારે નોટિસ ફટકારી
Vadodara : હાલમાં ચોમાસાના કારણે ઠેક ઠેકાણે ભરાઈ રહેતા વરસાદી પાણી મચ્છરોની ઉત્પત્તિના કારણે શહેરની મધ્યમાં રાજમહેલ રોડ પર આવેલા કુંજ પ્લાઝાને પાલિકા આરોગ્ય અમલદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વરસાદી પાણી ઠેક ઠેકાણે ભરાઈ રહેતા હોવાથી મચ્છરોની ઉત્પત્તિનું કારણ બને છે. પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ સહિત અન્ય બીમારીમાં વધારો થઈ શકે છે.
દરમિયાન રાજમહેલ રોડ પરના કુંજ પ્લાઝાને મહાનગર પાલિકાના આરોગ્ય શાખાના અમલદાર સહિતની ટીમ દ્વારા તપાસમાં મકાન તેમજ ધાબા પર પાણીનો ભરાવો થતો જોવા મળ્યો હતો. જેથી મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. આમ કુંજ પ્લાઝાના મકાનો અને ધાબા પર ભરાઈ રહેતા વરસાદી પાણી મચ્છરોની ઉત્પત્તિનું કારણ બની શકે છે. પરિણામે પાલિકાના આરોગ્ય અમલદારે રાજમહેલ રોડ પર આવેલા કુંજ પ્લાઝાને નોટિસ ફટકારી હતી. જેમાં ધાબા સહિત મકાન આસપાસ ભરાયેલા વરસાદી પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા જણાવ્યું છે.