વડોદરામાં ચોમાસાના પગલે પાણીપુરીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થવાની સાથે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ બે વિસ્તારમાં પાણીપુરીના ગોડાઉન તથા તેના વિક્રેતાને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે.
શહેરમાં ચોમાસુ શરૂ થતાની સાથે પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચના અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ આઠ ફૂટ ઇન્સ્પેક્ટરની અલગ અલગ બે ટીમ બનાવીને વિવિધ બે વિસ્તારમાં પાણીપુરીના જથ્થાબંધ વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. વાઘોડિયા રોડ ખાતે આવેલ ઉકાજીનું વાડીયુ અને વારસિયા સંજય નગર જ્યાં વિપુલ માત્રામાં પાણીપુરીની પાણી અને તેને સંલગ્ન ખાદ્ય પદાર્થ બની રહ્યો છે ત્યાં ફૂડ ઇન્સ્પેક્ટરોએ સઘન તપાસ શરૂ કરી છે. અહીં ખાદ્ય પદાર્થના નમુના લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.








