Gujarat

વડોદરામાં મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં હનુરામ ફુડ્સના કારખાના ખાતે આરોગ્ય વિભાગનું ચેકિંગ

By GS TEAM
9 Oct 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે આવેલ હનુરામ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના લીધેલા મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જે બાદ પાલિકાની આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ તેના કારખાનામાં વધુ તપાસ સાથે અહીંથી સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં હનુરામ ફુડ્સના કારખાના ખાતે આરોગ્ય વિભાગનું ચેકિંગ

Vadodara Food Cheaking : વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે આવેલ હનુરામ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના લીધેલા મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જે બાદ પાલિકાની આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ તેના કારખાનામાં વધુ તપાસ સાથે અહીંથી સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા સમયાંતરે વિવિધ જગ્યાએથી ખાદ્ય પદાર્થના નમુના લઇ તેને ચકાસણી માટે ફતેગંજ સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. જેના આધારે તેના પૃથ્થકરણ અને પરિણામ અંતર્ગત લીધેલા નમુના પાસ થયા છે કે નાપાસ? એ અંગેનું રિપોર્ટ આવતો હોય છે. તાજેતરમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચકલી સર્કલ ખાતે આવેલ હનુરામ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના મેંગોક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. એટલે કે, આ પદાર્થ આરોગ્યની દ્રષ્ટિએ ખાવા લાયક નથી એવું તેનું પૃથ્થકરણ જણાઈ આવ્યું હતું. જે બાદ પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરોએ ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા હનુરામ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના કારખાના ખાતે તપાસ હાથ ધરી હતી  જેમાં એફએસએસઆઈના નિયમ અંતર્ગત રો-મટીરીયલ તથા ફાઈનલ તૈયાર માલની તપાસણી કરવામાં આવી હતી. ઇન્સ્પેક્ટર દ્વારા અહીંથી કાજુકતરી અને ચાંદીની વરખના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ દિવાળી પહેલા આવે તેવું અનુમાન છે. બીજી તરફ ફુડ ઇન્સ્પેક્ટરે તૈયાર થનાર પ્રોડક્ટમાં ખુલ્લી રાખેલ સામગ્રી જરૂર હોય ત્યારે જ ખુલ્લો રાખવાની તાકીદ કરી હતી. અન્યથા ખુલ્લું રો-મટીરીયલ બંધ રાખવામાં આવે તેવી સૂચના હનુરામ ફૂડસ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકોને આપી હતી. આ સાથે કારખાના ખાતે જરૂરી સ્વચ્છતા જાળવવા અને જ્યાં જણાય ત્યાં ફાયર સેફટી મામલે જરૂરી કાર્યવાહી કરવાની પણ મૌખિક તાકીદ કરાઈ હતી.