Gujarat

જામ્યુકોની આરોગ્ય શાખા દ્વારા સ્લ્મ વિસ્તારમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી તેમજ અવેરનેશ કાર્યક્રમ યોજાયો

By GS TEAM
3 Dec 20251 min read
TukuTouch Logo
જામનગરમાં "વિશ્વ એઇડ્સ દિવસ"ની ઉજવણીના ભાગરૂપે-જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સ્લ્મ વિસ્તારમાં રેલી તેમજ અવેરનેસ સેશનનું આયોજન સરકારી નર્સિંગ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામ્યુકોની આરોગ્ય શાખા દ્વારા સ્લ્મ વિસ્તારમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી તેમજ અવેરનેશ કાર્યક્રમ યોજાયો

Jamnagar : જામનગરમાં "વિશ્વ એઇડ્સ દિવસ"ની ઉજવણીના ભાગરૂપે-જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સ્લ્મ વિસ્તારમાં રેલી તેમજ અવેરનેસ સેશનનું આયોજન સરકારી નર્સિંગ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં સીડીએચઓ ડો.પલક ગણાત્રા દ્વારા નર્સિંગ સ્ટુડન્ટ્સને એચઆઈવી વિશે દિશા નિર્દેશ આપ્યો હતો. આઈ.એમ.એ. જામનગરના પ્રેસિડેન્ટ ડો.કુણાલ મહેતા, પ્રિન્સિપાલ ચૌહાણ, પ્રોફેસર વાઢેર અને વૈશાખી બહેનએ હાજરી આપી હતી. સર્વોદય અને શ્રમજીવી ટી.આઈ.ના સ્ટાફ સમગ્ર પ્રોજેક્ટ, એસ.એસ.કે પ્રોજેક્ટ, સુભીક્ષા પ્રોજેક્ટના સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આઈ.એમ.એ.ના સ્ટુડન્ટ દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ તથા ટીચર્સ અને મ.ન.પા. ના તમામ સ્ટાફ તથા નવાગામ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ટીમ સ્ટાફ વગેરે દ્વારા સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ અવેરનેસ રેલી કાઢવામાં આવી હતી. 

સમગ્ર કાર્યક્રમ દિશા યુનિટ રાજકોટના માર્ગદર્શન, જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન મોદી, ડેપ્યુટી કમિશનર ડી.એ ઝાલા, એમઓએચ ડો.હરેશ ગોરી, અને આરોગ્ય અધિકારી ડો.પલક ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો.