Get The App

સુરતમાં કચરામાંથી કપાયેલું માથું મળવાના કેસમાં મિત્ર જ હત્યારો નીકળ્યો, GIDC વિસ્તારમાંથી ધરપકડ

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં કચરામાંથી કપાયેલું માથું મળવાના કેસમાં મિત્ર જ હત્યારો નીકળ્યો, GIDC વિસ્તારમાંથી ધરપકડ 1 - image


Surat News: સુરતના લસકાણા વિસ્તારના વિપુલનગરમાંથી એક યુવકનું કપાયેલું માથું મળી આવતા ભારે ચકચાર જાગી હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરતા માથું મળ્યાના ઘટનાસ્થળથી થોડે દૂર એક રૂમમાંથી ધડ મળી આવ્યું હતું. હવે આ મામલે પોલીસે આરોપીની GIDC વિસ્તારમાંથી ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સીસીટીવીની મદદથી આરોપી ઝડપાયો

મળતી માહિતી અનુસાર, 11મી સપ્ટેમ્બરના રોજ લસકાણાના વિપુલનગર તળાવ નજીક કચરાના ઢગમાંથી કપાયેલું માથું મળી આવ્યું હતું. માથું મળ્યાના ઘટનાસ્થળથી થોડે દૂર એક રૂમમાંથી ધડ મળી આવ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરતા મૃતકની ઓળખ દિનેશ મહંતો તરીકે થઈ હતી. હવે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી મુન્ના બિહારી નામના આરોપીની સુરતના GIDC વિસ્તારમાંથી ધરપકડ કરી છે. તેની સઘન પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, તે મૃતકનો મિત્ર હતો. હત્યા કરનાર અને મૃતકનો મિત્ર છે અને બંને બિહારના વતની બહાર છે.

ડાયમંડનગરમાં આવેલા કારખાનામાં મૃતક દિનેશ મહંતો અને મુન્ના બિહારી સાથે નોકરી કરતા હતા. પગાર લઈને મુન્નાએ નોકરી છોડી દીધી હતી અને દિનેશની હત્યા થઈ તે દિવસે બંને સાથે દેખાયા હતા. જેથી પોલીસે મુન્નાની તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસ હત્યા પાછળનું કારણ જાણવા તપાસ કરી રહી છે.


Tags :