વડોદરા,૨૦ વર્ષની યુવતી સાથે કાયદેસરના લગ્ન નહીં કરી વારંવાર શરીર સંબંધ બાંધનાર આરોપી સામે ગુનો દાખલ કરી એસ.સી.એસ.ટી. સેલે તપાસ હાથ ધરી છે.
મકરપુરા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની યુવતીનોે પરિચય આરોપી છબીલાલ કિશનરાવ પાટિલ (રહે. બોમ્બે હાઉસિંગ વુડાના મકાનમાં, દંતેશ્વર) સાથે ફેબુ્રઆરી - ૨૦૨૫ માં થયો હતો. હું તારી સાથે લગ્ન કરીશ, તને જીવનસાથી બનાવવા માગુ છું. તેવું કહીને આરોપીએ તેને વિશ્વાસમાં લીધી હતી. જેના કારણે યુવતી માતા - પિતાનું ઘર છોડીને છબીલાલ સાથે જતી રહી હતી. તે જ દિવસે આરોપી યુવતીને પાવાગઢ લઇ ગયો હતો અને ત્યાં બંનેએ ફૂલહાર કરી લીધા હતા. ફૂલહાર કર્યા પછી આરોપી તેને પોતાના ઘરે લઇ ગયો હતો અને શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તેણે અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. યુવતી લગ્ન રજીસ્ટર્ડ કરાવવા માટે વારંવાર કહેતી હતી. પરંતુ, આરોપી વાત ટાળતો હતો. ગત ૧૯ મી તારીખે યુવતીએ તેને કહ્યું કે, તમે મારી સાથે કાયદેસરના લગ્ન ક્યારે કરવાના છો. ઉશ્કેરાયેલા છબીલાલે બેલ્ટ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


