જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના મામલે શૂન્યની હેટ્રીક: ૩ દિવસમાં કોઈ કેસ નહીં
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના માટે અષાઢી બીજ નો તહેવાર શુકનવંતો સાબિત થયા બાદ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કોરોનાના કેસનો આંકડો શૂન્યનો રહ્યો છે, જેથી શહેર જિલ્લામાં શૂન્યની હેટ્રિક થઈ છે, અને માત્ર 8 દર્દીઓ જ કોરોનાના એક્ટિવ કેસ તરીકે હોમ આઇશોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે, અને આખરે કોરોનાની શહેર જિલ્લામાંથી વિદાય નિશ્ચિત મનાઈ રહી છે.
અષાઢી બીજ ને શુક્રવારે કોરોનાના કેસનો આંકડો શૂન્ય બન્યો હતો, ત્યારબાદ શનિવાર અને રવિવાર એમ ત્રણેય દિવસમાં નવો કેસ નોંધાયો નથી, ઉપરાંત મોટાભાગના દર્દીઓ કોરોના મુક્ત જાહેર થઈ ગયા છે. જી.જી. હોસ્પિટલમાંથી પણ આખરી બે દર્દીઓને રજા આપી દેવામાં આવી છે, અને હોસ્પિટલ પણ ખાલી છે.
શહેરના માત્ર 8 એક્ટિવ કેસ છે, અને તેઓ હોમ આઇશોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે. જેથી જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની વિદાય નિશ્ચિત બની છે.