Gujarat

19 અને 22 મી જાન્યુઆરીની હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન કેન્સલ

By GS TEAM
14 Dec 20251 min read
19 અને 22 મી જાન્યુઆરીની હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન કેન્સલ

- અગાઉ લેવાયેલા ડાયવર્ઝન નિર્ણયને રદ્દ કરાયો

- બ્લોકના કારણે 21 અને 24 જાન્યુઆરીની હરિદ્વારથી ભાવનગર આવતી ટ્રેન પણ નહીં દોડે

ભાવનગર : જાન્યુઆરી માસમાં ઈજનેરી કાર્ય માટે લેવામાં આવનારા બ્લોકને કારણે ભાવનગરથી હરિદ્વાર અને હરિદ્વારથી ભાવનગર આવતી ટ્રેનને સંપૂર્ણપણે રદ્દ કરી દેવામાં આવી હતી.

ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ચુરુ-આસલુ-દૂધવા ખારા સ્ટેશન વચ્ચે પેચ ડબિલંગ અને સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ પ્રણાણીની કમિશનિંગ કામગીરી હાથ હાથ ધરવા બ્લોક લેવામાં આવનાર હોવાથી ભાવનગર મંડળની ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનને આગામી તા.૧૯-૧-૨૬ અને તા.૨૨-૧-૨૬ના રોજ તેમજ હરિદ્વારથી ભાવનગર આવતી ટ્રેનને તા.૨૧-૧-૨૬ અને તા.૨૪-૧-૨૬ના રોજ કેન્સલ કરવાનો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનિય છે કે, અગાઉ લેવામાં આવેલા ડાયવર્ઝનના નિર્ણયને રદ્દ કરી મુસાફરોની સુરક્ષા અને સંચાલનાત્મક કારણોસર ટ્રેનને સંપૂર્ણપણે કેન્સલ કરવામાં આવી છે. વધુમાં ઉપરોક્ત તારીખોની ટ્રેન માટે ટિકિટ રિઝર્વેશન કરનાર મુસાફરોને એસએમએસના માધ્યમથી જાણ કરવામાં આવશે તેમ વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધે જણાવ્યું છે.