Get The App

પત્ની અને પુત્રની હત્યા કરનાર હરેશ વાઘેલા જેલમાં ધકેલાયો

Updated: Mar 11th, 2025

GS TEAM

Google News
Google News
પત્ની અને પુત્રની હત્યા કરનાર હરેશ વાઘેલા જેલમાં ધકેલાયો 1 - image


ઓનલાઇન ગેમિંગમાં હારી જઈ દેવું કરીને

ગંભીર ગુનો કર્યો છતાં પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીના ચહેરા ઉપર જરા પણ પસ્તાવો દેખાયો નહીં

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સરગાસણમાં આવેલી શ્રી રંગ નેનોસિટી વસાહતમાં પત્ની અને પુત્રની હત્યા કરનાર હરેશ વાઘેલાની પોલીસે ધરપકડ કરી લીધા બાદ તેના રિમાન્ડ પુરા થતા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવતા આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલી શ્રી રંગ નેનોસિટી વસાહતમાં મકાન નંબર આઈ-૩૦૩માં રહેતા મૂળ સુરેન્દ્રનગરના હરેશ કનુભાઈ વાઘેલાએ પત્ની આશાની ગળે ટૂંપો આપીને હત્યા કરી હતી અને ત્યારબાદ તેના પાંચ વર્ષના પુત્રધુ્રવનું પણ માથું પછાડીને હત્યા કરી નાંખી હતી. હરેશ દ્વારા પણ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તેને સાથે રાખીને તેના ઘરે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં તેણે કબુલાત કરી હતી કે, રમી સર્કલ નામની ગેમમાં ચાર લાખ રૃપિયાનું દેવું થઈ ગયું હતું અને તેના કારણે પતિ પત્ની વચ્ચે તકરાર થઈ હતી. આ દરમિયાન પત્નીએ મરી જવાની વાત કરતા તેણે કહ્યું હતું કે હું જ તને મારી નાખીશ તેમ કહીને માથામાં સળીયો માર્યો હતો અને ત્યારબાદ ગળે ટૂંપો આપ્યો હતો. તેનો પુત્ર પણ આ ઘટના જોઈ જતા તેના માથામાં સળીયો માર્યો હતો. બંનેની હત્યા કર્યા બાદ તે ધાબા ઉપર આપઘાત કરવા માટે પહોંચ્યો હતો પરંતુ કોઈ જોઈ જતા તે પરત ફર્યો હતો. જોકે ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોવા છતાં તેના ચહેરા ઉપર જરા પણ પસ્તાવો દેખાયો ન હતો. ત્યારે આજે તેના રિમાન્ડ પુરા થતા ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને બોર્ડ દ્વારા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

Tags :