Get The App

આર્ટસ ફેકલ્ટીના અધ્યાપક સામે વિદ્યાર્થિનીની સતામણીની ફરિયાદ

Updated: Jan 10th, 2025

GS TEAM

Google News
Google News
આર્ટસ ફેકલ્ટીના અધ્યાપક સામે વિદ્યાર્થિનીની સતામણીની ફરિયાદ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ફેકલ્ટીના જ એક અધ્યાપક સામે સતામણીની ફરિયાદ યુનિવર્સિટી સત્તાધીશોને કર્યા બાદ સમગ્ર મામલાની તપાસ  શરુ કરવામાં આવી છે.

આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ અધ્યાપક આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે.મળતી વિગતો પ્રમાણે વિદ્યાર્થિનીએ ફેકલ્ટી ડીનને  અધ્યાપક દ્વારા  છેલ્લા કેટલાય સમયથી સતામણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે લેખિત ફરિયાદ કરી હતી.આ ફરિયાદ યુનિવર્સિટી હેડ ઓફિસમાં મોકલવામાં આવી હતી.

ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિમેન્સ ગ્રિવન્સ સેલને તેની તપાસ સોંપવામાં આવી છે.સૂત્રોનું કહેવું છે કે, વિદ્યાર્થિની અને અધ્યાપકના નિવેદન પણ લેવામાં આવ્યા છે અને એ પછી આ અધ્યાપકને સત્તાધીશોએ સસ્પેન્ડ કર્યા છે એટલુ જ નહીં તેમની ઓફિસને પણ સીલ કરવામાં આવી છે.

યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે,  સતામણીના કિસ્સામાં  યુનિવર્સિટી ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવે છે અને તેના કારણે પ્રાથમિક તબક્કે જે પણ જાણકારી સામે આવી છે તેના આધારે કમિટિએ કરેલી ભલામણ બાદ અધ્યાપકને સસ્પેન્ડ કરાયા છે.તપાસ હજી ચાલી રહી છે અને તેનો રિપોર્ટ યુનિવર્સિટી સત્તાધીશોને સોંપાયા બાદ આગળ શું કરવું તેનો નિર્ણય લેવામાં આવશે.

Tags :