Gujarat

વડોદરામાં આજે સાંજે હર ઘર તિરંગા યાત્રા નીકળશે : નવલખી મેદાનથી યાત્રાનો પ્રારંભ થશે

By GS Team
11 Aug 20251 min read
This article was originally published on 11 Aug 2025
TukuTouch Logo
યાત્રાનો રુટ અને જાહેર સ્થળો પર તિરંગા થીમ આધારિત ડેકોરેશન અને રોશની કરાશે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં આજે સાંજે હર ઘર તિરંગા યાત્રા નીકળશે : નવલખી મેદાનથી યાત્રાનો પ્રારંભ થશે

Vadodara : વડોદરા મહાનગ૨પાલિકા દ્વારા પ્રતિવર્ષની જેમ “હર ઘર તિરંગા, હ૨ ઘ૨ સ્વચ્છતા: સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતાની સાથે ”થીમ આધારીત હ૨ ઘર તિરંગા યાત્રાનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 કલાકે નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રા નિકળશે.

તિરંગા યાત્રા માટે અત્યાર સુધીમાં 1,50,000 થી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે, તિરંગા યાત્રાના કાર્યક્રમ સ્થળે ડેકોરેશન ઉપરાંત યાત્રના રૂટ પ૨ તેમજ જાહેર સ્થળો ૫૨ તિરંગા થીમ આધારીત ડેકોરેશન અને રોશની ક૨વામાં આવશે. યાત્રાના રૂટ ૫૨ વિવિધ લોક સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશ ભક્તિના ગીતો અને સંગીત ગૂંજશે. આ યાત્રામાં સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક, ઔધોગિક અને વેપારી સંસ્થાઓ, રમત ગમત સંસ્થાઓ, પૂર્વ સૈનિક સંગઠનો અને વિવિધ સ૨કારી કર્મચારીઓ, વિવિધ ધર્મ અને સમાજના સંગઠનો અને મંડળો, એનસીસી, એનએસએસ, શાળા બેન્ડ, ઘોડે સવાર પોલીસ, સી-ટીમ વગેરેના સભ્યો અને નગરજનો આ યાત્રામાં જોડાશે. હ૨ ઘ૨ તિરંગા અંતર્ગત શહેરીજનોને પોતાના ઘર પર તિરંગો લગાવવા અનુરોધ કરાયો છે. આ યાત્રામાં 25000 થી વધારે લોકોને સામેલ કરવાનું ટાર્ગેટ રખાયું છે.