શ્રાવણ માસની અમાસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલોથી વધારે ચોકલેટનો શણગાર
Salangpur Hanuman Temple Today Darshan: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાની અમાસ નિમિત્તે દાદાને 1 હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો અને ચોકલેટ અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. આ મનોહર દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે અનેક શ્રદ્ધાળુઓએ ઓનલાઈન પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સુશોભન, મારુતિ યજ્ઞ, હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન
આ ઉપરાંત મંદિરમાં ફુગ્ગાઓથી સુશોભન કરવામાં આવ્યું હતું. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. શ્રીહરિ મંદિરમાં હિંડોળા કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન દરરોજ બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન કરવામાં આવે છે.
1 હજાર કિલોથી વધુ વિવિધ ચોકલેટનો શણગાર કરાયો
આજે શ્રીકષ્ટભંનજન હનુમાનજીને આજે કરાયેલા શણગાર વિશે વાત કરતાં પૂજારી સ્વામીએ જણાવ્યું કે, 'શ્રાવણ મહિનાના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને 1 હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો છે.' દાદાના સિંહાસને આ શણગાર કરતાં સંતો અને ભક્તોને બે દિવસ થયા હતા. તો વૃંદાવનમાં એક અઠવાડિયાની મહેનત તૈયાર થયેલા વાઘા હનુમાનજીને પહેરાવ્યા છે. આજે બપોરે દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવાશે અને તેની આરતી કરાશે. સાંજે ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ ધરાવાયા
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.25-07-2025 થી તા. 23-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમોમાં યોજાયા હતા. જેમાંદિવ્ય શણગાર, દર શનિવારે ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. આ સાથે સવારે - સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી, શ્રીકૃષ્ણ જન્મોત્સવ તેમજ દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર, શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શન અને શ્રાવણ માસ દરમિયાન બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા. દાદાના મંદિરમાં ભવ્ય આયોજન કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા અથાણાવાળા સંતમંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.