વડોદરાને સ્વચ્છ બનાવવાના ઈરાદે વિવિધ વિસ્તારમાં હેંગિંગ ડસ્ટબિન મુકાશે: 20%વધુ ભાવનું ટેન્ડર રજૂ
Image Source: Freepik
વડોદરા, તા. 24 ઓક્ટોબર 2023, મંગળવાર
સ્વચ્છ વડોદરા સ્વચ્છ ભારતના નેજા હેઠળ વડોદરા ને વધુ સ્વચ્છ રાખવાના ઈરાદે વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં મુકાયેલી કચરાપેટી ની જગ્યાએ હેંગિંગ ડસ્ટબિન મૂકવાના કાર્યને મંજૂરી અર્થે આગામી સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. પ્રતિ ડસ્ટબિનની કિંમત 13,200ના ભાવે ખરીદવામાં આવશે. આ ડસ્ટબીનમાં સુકો ભીનો કચરો અલગ નિકાલ માટે જુદી જુદી જગ્યાએ ફિક્સ કરવાનું આયોજન છે.
વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે અને આ નિર્ધાર સાથે આગળ વધવા શહેરમાં જગ્યાએ જેવા કે જાહેર સ્થળો ઐતિહાસિક સ્થળો બાગ બગીચા ફૂટપાથ વગેરે અલગ અલગ સ્થળોએ કચરાને વર્ગીકૃત કરવા તેના કલેક્શનની કામગીરી કરવા સ્વચ્છ ભારત મિશનની ગાઈડલાઈન મુજબ કેપેસિટીના ડસ્ટબીનો સૂકો અને ભીનો કચરો અલગ કરીને કચરાના નિકાલ માટે શહેરમાં વિવિધ જગ્યાએ ડસ્ટબીન ફિક્સ કરવાનું આયોજન કરાયું છે.
શહેરના નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા તથા લોકો દ્વારા પોતાના સેન્ટીગ્રેટેડ વેસ્ટ જેબીનમાં નિકાલ કરવા શહેરમાં વિવિધ જગ્યાએ ફિક્સ કરવાનું સ્વચ્છતા સર્વેક્ષ ફ્રી સિટીના માપદંડ મુજબ કરવાનું રહે છે શહેરને આગામી સ્વચ્છ સર્વેક્ષણ તથા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં અગ્રતા ક્રમ મેળવવાના નિર્ધાર સાથે સ્થાનિક રહીશો કચરો જાહેરમાં ના ફેકે અને વેસ્ટ ને વર્ગીકૃત કરીને સેન્ટીગ્રેટેડ કચરો ડસ્ટબીનમાં નિકાલ કરે તથા શહેરને સ્વસ્થ રાખવા સહભાગી બને એવા આશય સહિત કામગીરી કરવાનું આયોજન છે
પાલીતા દ્વારા વાર્ષિક કોન્ટ્રાક્ટ થી શહેરના વિવિધ જગ્યાએ ઇન્સ્ટોલેશન કરવાના કામ માટે સૌથી ઓછા ભાવનું ટેન્ડર કોન્ટ્રાક્ટર ઘનશ્યામ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાર્ષિક હિજારા થી શહેરમાં વિવિધ જગ્યાએ હેંગિંગ ડસ્ટબિન સપ્લાય તથા ઇન્સ્ટોલેશન કરવાની કામગીરી માટે પ્રતિ નંગ 13,300ના અંદાજિત 10974 ભાવ અંદાજિત 20.80 ટકા વધારે છે આમ છતાં ઘનશ્યામ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાર્ષિક કોન્ટ્રાક્ટ નથી શહેરમાં વિવિધ જગ્યાએ અને ઇન્સ્ટોલેશન કરવાની કામગીરીનું સ્થાઈ સમિતિ સમક્ષ મંજૂરી અર્થે મુકાયું છે.