Get The App

હળવદઃ સુખપર નજીક પગપાળા જતા બે ભાઇને ટ્રકે અડફેટે લેતા એકનું મોત

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
હળવદઃ સુખપર નજીક પગપાળા જતા બે ભાઇને ટ્રકે અડફેટે લેતા એકનું મોત 1 - image

- બંને ભાઈઓ મોરબીથી પાટડીના હિમતપુરા માતાજીના દર્શને જતા હતા

- અકસ્મતા સર્જી નાસી છુટેલા ટ્રક ચાલકને બોલેરોના ચાલકને પીછો કરી ઝડપી લીધો : ટ્રક ચાલક સામે ગુનો

હળવદ : હળવદ તાલુકાના સુખપર ગામ નજીક વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની છે. કુળદેવીના દર્શને પગપાળા જતા બે ભાઇને ટ્રકે અડફેટે લેતા મોટભાઇનું મોત નીપજ્યું છે જ્યારે નાના ભાઇને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી છે. બનાવ અંગે ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પાટડી તાલુકાના હિમતપુરા ગામના રહેવાસી ઘનશ્યામભાઈ પોપટભાઈ વિરમગામા (ઉ.વ.૪૭) અને તેમના મોટાભાઇ રાણાભાઇ બંને મોરબીથી હિમતપુરા ગામે કુળદેવીના દર્શન કરવા પગપાળ જઇ રહ્યાં હતા. દરમિયાન હળવદ તાલુકાના સુખપર ગામ નજીક રામદેવ હોટેલથી આગળ પગપાળા રોડની સાઈડમાં ચાલીને જતા હતા ત્યારે પાછળથી માતેલા સાંઢની માફક પુરપાટ ઝડપે આવતા ટ્રક (જીજે ૧૨ બીવી ૫૧૩૪)ના ચાલકે બંને ભાઇને અડફેટે લીધી હતા. અકસ્માતમાં ઘનશ્યામભાઈને હાથે, પગે અને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને તેમના મોટાભાઈ રાણાભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. 

અકસ્માત સર્જી ચાલક ટ્રક લઇને નાસી ગયો હતો પરંતુ અકસ્માત સમયે જ રસ્તા પરથી પસાર થતાં એક બોલેરો ચાલકએ ટ્રકનો પીછો કરી ટ્રક ચાલકને ઝડપી લીધો હતો. બનાવ અંગે ઇજાગ્રસ્ત ઘનશ્યામભાઇએ હળવદ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.