Get The App

ભેજાબાજો દ્વારા વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
ભેજાબાજો દ્વારા વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું 1 - image


Vadodara : તાજેતરમાં જ વડોદરામાં નવા નીમાયેલા મ્યુનિસિપલ કમિશનરનું બોગસ ફેસબુક સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ ભેજાબાજે બનાવ્યું હોવા અંગે સ્વયં મ્યુ.  કમિશનર અરુણ બાબુએ આ માહિતી આપી હતી. 

ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રિમિનલો જુદી-જુદી તરકીબો અજમાવીને ઠગાઈ કરવાનો પોતાનો કારસો અજમાવતા ફરે છે. આ અંગે કંઈક અંશે આવા સાયબર માફિયાઓને સફળતા મળે છે. 

 દરમિયાન વડોદરામાં તાજેતરમાં જ નવા નીમાયેલા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું ફેક એકાઉન્ટ સોશિયલ મીડિયામાં બન્યું હોવાની વિગતો મળી છે. જોકે આ બાબતે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ થયાની માહિતી તેમણે પોતે આપી હતી.

 અત્રે યાદ આપવું જરૂરી છે કે અગાઉ પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હોય કે ધારાસભ્ય કેયુર રોકડિયા હોય તે ઉપરાંત અનેક રાજકારણી અધિકારીઓના નામનો બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી પૈસા પડાવવાનો પણ કારસો થયો છે. જે અંગે આવા ભેજા બાજો સામે પોલીસ ફરિયાદ પણ થતી રહી છે છતાં કોઈ ભેજાબાજ પકડાતો નથી.

Tags :