Get The App

વડોદરા:કારેલીબાગ સ્વિમિંગ પૂલ ખાતે જિમ્નેશિયમ બંધ હાલતમાં: સાધનો નો warranty period પણ પૂરો થઈ જશે

Updated: Nov 11th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરા:કારેલીબાગ સ્વિમિંગ પૂલ ખાતે જિમ્નેશિયમ બંધ હાલતમાં: સાધનો નો warranty period પણ પૂરો થઈ જશે 1 - image


વડોદરાના કારેલીબાગ સ્વિમિંગપુલમાં બંધ પડેલા જિમ્નેશિયમ સંદર્ભે વિપક્ષી નેતાએ તંત્રની બેદરકારી દર્શાવી  શાસક પક્ષ સામે ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા.

અત્રે નોંધનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી 13 કરોડના ખર્ચે  બનેલા સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમને નગરજનોના ઉપયોગ માટે ખુલ્લું ના મુકતા તત્ર અનેક સવાલો ઉભા થયા છે .

કોરોના કાળથી બંધ પડેલા કારેલીબાગ સ્વિમિંગ પૂલમા ગંદકીની બૂમો ઉઠતા સફાળા જાગેલા સત્તાધીશોએ તાબડતોબ ક્લીનીંગ અને મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી હતી. તો બીજી તરફ આ સ્થળે કાર્યરત કરાયેલા જિમ્નેશિયમ નું છેલ્લા પાંચ વરસથી લોકાર્પણ ન થતા પ્રજાના ટેક્સના નાણાનો અંદાજે 13 કરોડનો વેડફાટ થયો હોવાના આક્ષેપ વિપક્ષી નેતાએ કર્યા છે.

વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે 2016માં નિર્માણ થયેલા જિમ્નેશિયમ ને હજુ સુધી નગરજનોના ઉપયોગ માટે ખુલ્લું મુકાયું નથી. જિમ્નેશિયમના સાધનોનો વોરંટી પિરિયડ પણ પૂરો થઈ ગયો હોય હવે સાધનો મેન્ટેનન્સ માગી રહ્યા છે. ત્યારે હવે આ જિમ્નેશિયમ લોકોના ઉપયોગ માટે કેમ ખુલ્લું ના મૂક્યું તે દિશામાં તપાસ થવી જોઈએ.

Tags :