એક સપ્તાહની મુલાકાત બાદ પરિણીતાને ચાકુ બતાવી બળાત્કાર ગુજારનાર જિમ ટ્રેનરને રિમાન્ડ
વડોદરાઃ એક સપ્તાહ પહેલાં સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડશિપ થયા બાદ પરિણીતાને મળવા માટે બોલાવી હોટલમાં ચાકુ ની અણીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદમાં હરણી પોલીસે જિમ ટ્રેનરના તા.૮મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
એક સંતાનની માતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે,એક સપ્તાહ પહેલાં સોશ્યલ મીડિયા પર સંપર્ક થયા બાદ તા.૪થીએ સાગર મકવાણા સાથે બીજી મુલાકાત થઇ હતી.હરણી તળાવ પાસે મળ્યા બાદ સાગર સ્કૂટર પર હોટલમાં લઇ ગયો હતો અને ત્યાં ચપ્પુ બતાવી બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસે ન્યુ વીઆઇપી રોડની સાંનિધ્ય ટાઉનશિપમાં રહેતા અને એમડી ફિટનેસ નામે જિમ ધરાવતા સાગર મકવાણાની ધરપકડ કરી ચપ્પુ કબજે લેવા પૂછપરછ હાથ ધરી છે. બીજીતરફ પોલીસે હોટલમાં તપાસ કરતાં બંને જણાએ આઇડી આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે સાગરનો મોબાઇલ કબજે લઇ ફોરેન્સિકમાં મોકલવા તજવીજ કરી છે અને બીજા કોઇ ભોગ બન્યા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે.
બીજીતરફ સાગરનો પરિવાર તેના બચાવમાં આવ્યો છે.