જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત, 2 ડિસેમ્બરથી ઓનલાઇન અરજી કરી શકાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gyan Sahayak Recruitment : ગુજરાત સરકારની સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી-બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી 12 ડિસેમ્બર, 2025 સુધીમાં અરજી કરી શકશે.

2 ડિસેમ્બરથી ઓનલાઇન અરજી કરી શકાશે
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જ્ઞાન સહાયકની ભરતીના નોટિફિકેશનમાં ભરતી સંબંધિત પગારધોરણ, લાયકાત સહિતની જાણકારી આપવામાં આવી છે.
કરાર આધારિત ભરતી માટે આગામી 2 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી સત્તાવાર વેબસાઇટ gyansahayak.ssgujarat.org પરથી ઓનલાઇન અરજી કરી શકાશે.
- પ્રાથમિક શાળા માટે અરજી માર્ગદર્શિકા જોવા અહીં ક્લિક કરો
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે અરજી માર્ગદર્શિકા જોવા અહીં ક્લિક કરો









