Get The App

જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 555મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી

Updated: Nov 15th, 2024

GS TEAM

Google News
Google News
જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 555મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી 1 - image

Guru Nanak Jayanti Jamnagar : જામનગર ખાતે ગુરુદ્વારા ગુરુસિંઘ સભામાં આજે ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. જેમાં ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સેહજ પાઠનો આરંભ કરવામાં આવ્યો હતો, જે આજે 15નવેમ્બરના દિવસે સેહજપાઠજીની સમાપ્તિ કરવા આવી હતી. તે પછી શબ્દ કીર્તન અને ત્યારબાદ ગુરુ કા લંગર મહાપ્રસાદનું પણ આયોજન કરવા આવ્યુ છે. જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા.

જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 555મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી 2 - image

ગુરુનાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મેહતા કાલૂજીના ઘરે નાનકાણા સાહેબમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે, શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુનાનકદેવજી હતા, તેમના ત્રણ સિદ્ધાંતો હતા 'નામ જપો; કીર્તન કરો અને વંડ છકો, અર્થાત હંમેશા ભગવાનને યાદ કરો, મહેનત કરો અને એક બીજા હળી-મળીને સંપીને લોકોની સેવા કરો, તેમણે આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતા ત્યાં તે જોતીજોત સમાગએ (દેવ લોક) ગયા હતા. 

આજે સમગ્ર વિશ્વ ગુરુનાનક દેવજીની 555મી જન્મ જયંતિ ઉજવી રહી છે, ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો કરવામાં આવ્યા હતા, આજ રોજ 10.00 વાગે સેજ પાઠજીની સમાપ્તિ કરવા આવી હતી. તે પછી ગંગાનગરથી વિશેષ મહેમાન સાહેબ ગગનદીપ સિંઘજી શબ્દ કીર્તન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 'ગુરુ કા લંગર' પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ હતું. જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકો ભાગ લીધો હતો.