Get The App

જામનગરમાં ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરાઈ

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરાઈ 1 - image


Jamnagar : જામનગરના ગુરુદ્વારામાં ગુરુસિંઘ સભામાં આજે ગુરુનાનકજીની 556મી જન્મ જયંતિની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં પરોઢિયે પ્રારંભે ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનો આરંભ કરવામાં આવ્યો હતો, અને નગર ભ્રમણ કર્યું હતું, જેમાં અનેક શીખ સંપ્રદાયના ભાઈઓ બહેનો તથા સિંધી સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ઉપરાંત ગુરુ દ્વારા ગુરુસિંઘ સભામાં સેહજ પાઠનો પ્રારંભ કરાયો હતો, જેની આજે આજે 5 નવેમ્બરના દિવસે સમાપ્તિ કરવામાં આવી હતી, તે પછી શબ્દ કીર્તન અને ગુરુ કે લંગર (મહાપ્રસાદ) નું પણ આયોજન કરવા આવ્યુ છે, જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા( સંગત) બહોળી સંખ્યામાં જોડાયા હતા.

જામનગરમાં ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરાઈ 2 - image

ગુરુનાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તા જી  અને પિતા મેહતા કાલૂ જીના  ઘરે નાનકાણા સાહેબ માં  થયો હતો, જે હાલ પાકિસ્તાન માં છે , શીખ ધર્મ ના પહેલા ગુરુ ગુરુનાનક દેવજી હતા, તેમના ૩ સિદ્ધાંતો હતા 'નામ જપો; કીર્તન કરો અને વંડ છકો,, અર્થાત હંમેશા ભગવાન ને યાદ કરો, મહેનત કરો અને એક બીજા હળી-મળીને સંપીને લોકોની સેવા કરો, ગુરુનાનકજીએ આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતા, ત્યાં તે જોતીજોત સમાગએ [દેવલોક] ગયા હતા. 

આજે સમગ્ર વિશ્વ ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિ ઉજવી રહી છે, ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો કરવામાં આવ્યા હતા. આજ રોજ 10.30 વાગે સેહજ પાઠજીની સમાપ્તિ કરવા આવી હતી, તે પછી દિલ્હીથી વિશેષ મહેમાનભાઈ સાહેબ જસપાલ સિંઘજીએ કથા અને શબ્દ કીર્તન, કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 'ગુરુકા લંગર' પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ હતું, જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

Tags :