Get The App

ગોાૃધરાની સિગ્નલ ફળિયા ગેંગના છ સભ્યો સામે ગુજસીટોકનો ગુનો

બે કુંટુંબના પાંચ સગા ભાઇઓ સહિત કુલ છ આરોપી ઃ બેની ાૃધરપકડ

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
ગોાૃધરાની સિગ્નલ ફળિયા ગેંગના છ સભ્યો સામે ગુજસીટોકનો ગુનો 1 - image

ગોાૃધરા તા.૧૩ ગોાૃધરા તેમજ નજીકના વિસ્તારોમાં રેલવેની હદમાં રેલવેની મિલકતોની ચોરી ઉપરાંત નુકસાન પહોંચાડવા તેમજ પ્રવાસીઓનો કિમતી સામાન ચોરી આૃથવા લૂંટ કરતી ગોાૃધરાની સિગ્નલ ફળિયા ગેંગના ત્રણ સગા ભાઇ, અન્ય બે સગા ભાઇ સહિત કુલ છ વિરુધૃધ રેલવે પોલીસે ગુજસીટોક કાયદાનું શસ્ત્ર ઉગામી બેને ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે અગાઉાૃથી જ જેલમાં છે અને બે ફરાર આરોપીઓની શોાૃધખોળ ચાલુ છે.

સિગ્નલ ફળિયા ગેંગના સભ્યો રેલવે રેકની બ્રેક સિસ્ટમમાં ચેડાં કરતા, પાટા જોડતી ફિશર પ્લેટ કાઢી નાખતા, આૃથવા સિગ્નલ સિસ્ટમમાં વીજ વાહક વસ્તુ મૂકીને સિગ્નલ લાઇટ બદલી નાખતા, જેના કારણે ટ્રેનો ાૃધીમી પડી જાય કે રોકાઈ જાય. તે દરમિયાન ગેંગના સભ્યો મુસાફરોની બારી પાસે બેસેલા લોકોને લૂંટી લેતા આૃથવા રેલવે કોચમાં ઘૂસીને ચોરી કરતા હતા.

સિગ્નલ ફળિયા ગેંગ રેલવેની રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડતી, રેલ્વે કર્મચારીઓ પર હુમલો, દારૃ અને ગૌમાસની ગેરકાયદે હેરાફેરી સહિત અનેક ગંભીર પ્રકારના ગુનાઓ આચરતી હતી. રેલવે પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ગેંગ વિરુદ્ધ છેલ્લા દસ વર્ષમાં કુલ ૩૧ અલગ અલગ ગુનાઓ નોંાૃધાયા છે જેમાં ચોરી, લૂંટ, સરકારી કર્મચારીઓ પર હુમલો, જાનાૃથી મારવાની ાૃધમકી, મુસાફરોના પૈસા અને કિંમતી સામાનની ચોરી, દારૃ તાૃથા ગૌમાસની હેરાફેરી જેવા ગુનાઓનો સમાવેશ ાૃથાય છે. 

આ ગેંગના મુખ્ય સૂત્રાૃધાર સિગ્નલ ફળિયા, તલાવડી પાસે રહેતા હસન ઉર્ફે ટકન સલીમ શેખ તાૃથા તેનો ભાઈ હુસેન સલીમ શેખનો સમાવેશ ાૃથાય છે. જ્યારે સાગરીતોમાં સુલ્તાન અંસાર ખાલપા, તેનો ભાઇ ઈમરાન અંસાર ખાલપા, ફરદીન ઈનાયતઅલી મકરાણી અને મુખ્ય સૂત્રાૃધાર હસન તેમજ હુસેનના અન્ય ભાઇ યાસીન સલીમ શેખનો સમાવેશ ાૃથાય છે. પોલીસે ફરદીન ઈનાયતઅલી મકરાણી અને સુલ્તાન અંસાર ખાલપાને પોલીસે ઝડપી લીાૃધા છે.


સિંગલ ફળિયા ગેંગના સભ્યો

- હસન ઉર્ફે ટકન સલીમ શેખ (રહે.તલાવડી પાસે, સિગ્નલ ફળિયા, ગોધરા)

- હુસેન સલીમ શેખ (રહે.તલાવડી પાસે, સિગ્નલ ફળિયા, ગોધરા)

- સુલતાન નિશાર ખાલપા (રહે.ઘાંચીભાઇના મકાનની સામે, ધંતીયા પ્લોટ, સિગ્નલ ફળિયા, ગોધરા)

- ઇમરાન નિશાર ખાલપા (રહે.ઘાંચીભાઇના મકાનની સામે, ધંતીયા પ્લોટ, સિગ્નલ ફળિયા, ગોધરા)

- ફરદીન ઇનાયતઅલી મકરાણી (રહે.મહંમદઅલી ધંતીયાના મકાનમાં, અલી મસ્જિદ સામે, સિગ્નલ ફળિયા, ગોધરા)

- યાસીન સલીમ શેખ (રહે.તલાવડી પાસે, સિગ્નલ ફળિયા, ગોધરા)


બે ભાઇઓ જેલમાં તેમજ બે શખ્સો ફરાર


રેલવેની સંપત્તિને નુકસાન ઉપરાંત રેલવે પ્રવાસીઓના સામાનની ચોરી તેમજ લૂંટ કરતી ગોાૃધરાની સિગ્નલ ફળિયા ગેંગના છ સભ્યોમાં હસન અને તેનો ભાઇ હુસેન શેખ હાલ રેલવે સંપત્તિ ચોરીના બીજા ગુનામાં વડોદરા મધ્યસૃથ જેલમાં સજા ભોગવી રહ્યા છે. બાકીના બે આરોપી ઈમરાન ખાલપા અને યાસીન શેખને પકડવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે.


રાજ્યમાં રેલવે પોલીસ દ્વારા ગુજસીટોકનો પ્રથમ વખત ઉપયોગ


રાજ્યમાં રેલવે પોલીસના બે ડીવીઝનો છે. બંને ડીવીઝનોમાં નોંધાતા વિવિધ પ્રકારના ગુનામાં કોઇ હાર્ડ ક્રિમિનલો સામે ગંભીર પ્રકારના ગુજસીટોકના ગુનાની કાર્યવાહી કરવામાં આવી તેવું આ પ્રથમ વખત બન્યું છે. વડોદરા રેલવે ડીવીઝનના એસપી અભય સોનીએ જણાવ્યું  હતું કે ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ સામે અનેક ફરિયાદો હતી અને તેના કારણે સરકારી કર્મચારીઓ તો ખરા પરંતુ પ્રવાસીઓ પણ હેરાન પરેશાન થતા હતાં.



Tags :