Get The App

GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો એક્ઝામ અંગે મહત્ત્વની જાણકારી

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો એક્ઝામ અંગે મહત્ત્વની જાણકારી 1 - image


GUJCET 2026 Exam  : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે. 

આ પણ વાંચો: ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ ગુજરાત બોર્ડે કર્યું જાહેર

GUJCET 2026ની પરીક્ષા તારીખ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અનુસાર, આગામી માર્ચ મહિનામાં GUJCET 2026ની પરીક્ષા યોજાશે. જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી પુસ્તિકા બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમમાં આપી શકાશે.

GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો એક્ઝામ અંગે મહત્ત્વની જાણકારી 2 - image

GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો એક્ઝામ અંગે મહત્ત્વની જાણકારી 3 - image


Tags :