app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર, જિલ્લા કક્ષાના કેન્દ્રો પર ૩ એપ્રિલે લેવાશે પરીક્ષા

સવારે 10થી સાંજે ચાર વાગ્યા સુધી પરીક્ષા લેવાશે

ગુજકેટની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપી શકાશે

Updated: Jan 23rd, 2023

image- envato



ગાંધીનગર, 23 જાન્યુઆરી 2023 સોમવાર

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. આગામી ત્રણ એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. રાજ્યમાં જિલ્લા કક્ષાના કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. 

ત્રણ માધ્યમોમાં પરીક્ષા આપી શકાશે
રાજ્યમાં ડિગ્રી, એન્જિનિરિંગ, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 03-04-2023ને સોમવારના રોજ યોજાશે.  આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.ગુજકેટની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપી શકાશે.

2017થી ગુજકેટ પરીક્ષા ફરજીયાત
ગુજકેટની પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિરીંગ અને ફાર્મસીના પ્રવેશ માટે લેવામાં આવે છે. ધોરણ 12 પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવા માટે વર્ષ 2017થી કોમન એન્ટ્રેસ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે.


Gujarat