ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, 29 ડેમ હાઇ ઍલર્ટ પર, સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Monsoon Updates : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 29 ડેમ હાઇ ઍલર્ટ પર છે અને સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે છોટાઉદેપુર નેશનલ હાઇવે બપોરે બંધ કરવો પડ્યો હતો. એસ.ટી બસોને અસર થતાં 11 રૂટ બંધ કરાયા હતા અને 34 ટ્રીપો કેન્સલ થઈ હતી. જ્યારે 1 જુલાઈથી 6 જુલાઈ સુધીમાં કુલ 3700થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં હાલ વિવિધ 33 જિલ્લામાં કુલ 13 એનડીઆરએફ ટીમો તૈનાત છે અને 20 એસડીઆરએફ ટીમો તૈનાત છે.બે એનડીઆરએફ ટીમ રીઝર્વ રખાઈ છે.ગુજરાતના માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

ભારે વરસાદને પગલે વીજપુરવઠાને અસર થતાં 14332 ગામોમાં અસર થઈ હતી અને 20292 થાંભલા અને 1073 ટ્રાન્સફોર્મર સેન્ટરો તથા 20111 ફીડર્સને અસર થઈ હતી. ભારે વરસાદને પગલે વડોદરા સ્ટેટ હાઇવે અને છોટાઉદેપુર નેશનલ હાઇવે બંધ કરવો પડ્યો હતો.' બપોરે 2 વાગ્યા સુધીમાં 8 અન્ય માર્ગો અને જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતોના 249 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.

એસ.ટી બસોના 11 રૂટ બંધ કરાયા હતા અને 34 ટ્રીપો કેન્સલ થઈ હતી. હાલ રાજ્યમાં કુલ 206 ડેમ-જળાશયોમાંથી 29 ડેમ હાઇ ઍલર્ટ પર છે અને 17 ઍલર્ટ પર તથા 17 વોર્નિંગ મોડ પર છે. કુલ 20 ડેમ 100 ટકા ભરાયા છે. જેમાં 19 સૌરાષ્ટ્ર-કચ્છના છે અને 1 તાપીનો છે. 43 ડેમ 70થી 100 ટકા તેમજ 46 ડેમ 25થી 50 ટકા વચ્ચે અને 48 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.









