Get The App

સાયબર ક્રાઇમ આચરવાના કૌભાંડમાં અનેક ગુજરાતી મ્યાનમારમાં ફસાયા

દુબઇમાં રહેતો અભિષેકસિંગ બેગકોકમાં જોબનું કૌભાંડ ચલાવતો હતો

ટુરિસ્ટ વિઝાના નામે બોલાવીને ચોક્કસ નેટવર્કની મદદથી અનેક યુવકો કોલ સેન્ટરમાં સાયબર ફ્રોડ કરવા માટે ફરજ પાડવામાં આવે છે

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
સાયબર ક્રાઇમ આચરવાના કૌભાંડમાં અનેક ગુજરાતી મ્યાનમારમાં ફસાયા 1 - image

અમદાવાદ,સોમવાર

બેંગકોકમાં આઇટી કંપનીમાં નોકરીના લાલચ આપીને થાઇલેન્ડમાં ટુરિસ્ટ વીઝાના આધારે  બોલાવ્યા બાદ ગેરકાયદે મ્યાનમાર અને કમ્બોડિયામાં લઇ જઇને ત્યાં કોલ સેન્ટર દ્વારા સાયબર ક્રાઇમ કરવા માટે મજબુર કરવાના કૌભાંડમાં છુટીને આવેલા યુવકની પુછપરછમાં સાયબર ક્રાઇમને અનેક ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં જાણવા મળ્યું હતું કે અભિષેકસિંગ નામનો મુખ્ય આરોપી દુબઇમાં બેઠા બેઠા ચાઇનીઝ ગેંગ સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતો હતો.  બેંગકોકથી છુટકારો મેળવીને પરત આવનાર યુવક મ્યાનમારના કોલ સેન્ટરમાં અનેક ગુજરાતી યુવકો ફસાયા હોવાનો અને ડરના કારણે સાયબર ક્રાઇમ કરતા હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.

સાયબર ક્રાઇમ આચરવાના કૌભાંડમાં અનેક ગુજરાતી મ્યાનમારમાં ફસાયા 2 - imageટેલીગ્રામ ચેનલ દ્વારા બેંગકોકમાં આઇટી કંપનીમાં જોબ ઓફરની લાલચ આપીને યુવાનોને ટુરીસ્ટ વીઝા પર બેંગકોક બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામા ંગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમા ંલઇ જઇને ત્યાં સાયબર ક્રાઇમ આચરતી ચાઇનીઝ ેગેંગના સંકજામાંથી છુટેલા અમદાવાદના યુવકની પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ અંગે માહિતી આપતા  સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું કે  અમદાવાદમાં રહેતા યુવકની સાથે તેના મિત્રને પણ અભિષેકસિંગ દ્વારા નોકરીની ઓફર આપવામાં આવી હતી. જેથી બેંગકોક જવા માટેની વીઝા પ્રોસેસ કિંજલ શાહે કરી આપી હતી. બંને મિત્રો બેંગકોક પહોચ્યા ત્યારે અભિષેકસિંગે વિડીયો કોલ કરીને તેમને એક લોકેશન પર પહોંચવા માટે કહ્યું હતું. જ્યાં પહોંચતા એક વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તેણે એક ટેક્ષીનો નંબર આપ્યો હતો. જે ટેક્ષીમાં બેસીને હોટલ પર જવા માટે સુચના આપી હતી.  ત્યારબાદ આવેલી ટેક્ષીના ડઇવર આશરે ૪૦૦ કિલોમીટર દુર એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં  બે મિત્રોની સાથે અન્ય યુવકો પણ હતા.જેથી  ભોગ બનનાર યુવકના મિત્રને શંકા જતા તે ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે થોડીવાર બાદ તમામને  અલગ અલગ કારમાં મ્યાનમાર કેનાલ પાસે લઇને જઇને ક્રોસ કરાવ્યા બાદ ૨૦ કિલોમીટર ચલાવીને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર લઇ ગયા હતા. જ્યાં તમામના ફોટો પાડીને લોહીના નમુના લેવામાં આવ્યા હતા અને તમામને કોલ સેન્ટરથી કોલ કરીને નાણાં પડાવવા માટેની કામગીરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ માટે ૨૦ દિવસની તાલીમ પણ અપાઇ હતી. 

પરંતુ, અમદાવાદથી ગયેલા યુવકે સાયબર ક્રાઇમ આચરવાની ના પાડતા તેને કોલ સેન્ટરની ઓફિસમાં આવેલી જેલમાં પાંચ દિવસ સુધી પુરીને માર માર્યો હતો. એટલુ જ નહી તેણે ફોનમાં પાડેલા ત્યાંનો ફોટો જોઇને ફોન પણ જપ્ત કરાયો હતો.  યુવકના જણાવ્યા મુજબ કોલ સેન્ટરમાં ભારતીયો સહિત અનેક ગુજરાતીઓ પણ ફસાયા છે અને ટુરીસ્ટ વિઝા પૂર્ણ થયા બાદ તે થાઇલેન્ડમાં પ્રવેશ કરી શકે તેમ નથી. જેથી તમામ લોકો ત્યાં ફસાયા છે. જો કે  અમદાવાદના યુવકે પરત જવાની જીદ કરતા તેના ફોનમાંથી તમામ ડેટા હટાવીને ખંડણી પેટે સાડા ત્રણ લાખ મંગાવ્યા બાદ મ્યાનમારથી થાઇલેન્ડમાં  છોડી દીધો હતો.જ્યાંથી તે તેના સગાનો કોલ કરીને ટિકિટની વ્યવસ્થા કરીને પરત આવ્યો હતો.  ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ આ મામલે સેન્ટ્રલ એજન્સીની મદદથી મ્યાનમાર અને કમ્બોડિયામાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ફસાયેલા લોકોને છોડાવવા માટે પ્રયાસ કરશે.  બીજી તરફ દુબઇમાં રહીને સમગ્ર કૌભાંડ ચલાવતા અભિષેકસિંગને પકડવા માટે પણ વિવિધ એજન્સીની મદદ લેશે.

Tags :