Get The App

અમેરિકામાં દર વર્ષે એક ગુજરાતી ગન કલ્ચરનો ભોગ બને છે, સમાજને સતર્ક રહેવા સૂચના

Updated: Mar 24th, 2025

GS TEAM

Google News
Google News
gun-violence-in-us

US Gun Violence in Motel Business: અમેરિકામાં 3 માર્ચ 2025ના રોજ ગુજરાતી સમુદાય ફરી એકવાર આઘાતમાં હતો. મહેસાણાના મૂળ રહેવાસી પ્રદીપ પટેલ (56) અને તેમની દીકરીની ઉર્વી પટેલ (24) વર્જિનિયામાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમની દુકાન પર ફાયરિંગ કરવામાં આવ્યું. આરોપી જ્યોર્જ વોર્ટને આ બાપ-દીકરીને દુકાન બંધ છે કે ચાલુ તે અંગે પૂછ્યું અને અચાનક અંધાધૂંધ ગોળીબાર કર્યો. 

આ ઘટના પછી ફરી એકવાર અમેરિકામાં રહેતા ગુજરાતીઓને અહીંની ધરતી વધુ પારકી લાગવા લાગી છે. 2023માં વડોદરાના ઉજાસ મેંગર, 2019માં નડિયાદના હસમુખ પટેલ, 2021માં એક વર્ષમાં પાંચ ગુજરાતીઓની હત્યા ત્યારબાદ 2016માં ખેડા જિલ્લાના ઉમરેઠ તાલુકાના મિતેશ પટેલ અને હવે પ્રદીપ પટેલ અને તેમની દીકરી ઉર્વી પટેલ અમેરિકાના ગન કલ્ચરનો ભોગ બન્યા છે. 

છેલ્લા કેટલાક સમયમાં અમેરિકામાં હિંસાની દસમી ઘટના છે જેમાં ઓપન ફાયરિંગમાં અમેરિકા સ્થિત ગુજરાતી હિંસાનો ભોગ બન્યા હોય. ગન અમેરિકામાં 2023માં 43,000 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આમાં અમેરિકાના સ્થાનિક નાગરિકો વધુ ભોગ બન્યા છે. સરેરાશ વર્ષે એક ગુજરાતી આ પ્રકારની હિંસાનો ભોગ બને છે. 

વર્ષ 2016થી જોઈએ તો ગુજરાતીઓની હત્યાના આઠ વર્ષમાં એક ડઝનથી વધુ હુમલા થયા છે. છેલ્લા આઠ વર્ષમાં આ દસમી ઘટના છે જેમાં શાંતિ પ્રિય ગુજરાતીઓને કામ કરવાના કામે કોઈ આવીને શૂટ કરીને જતું રહે. અમેરિકામાં 40% મોટેલના બિઝનેસ ગુજરાતીઓના હાથમાં છે. જેમાં મોટા ભાગે આણંદ અને ખેડા જિલ્લાના પટેલો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં તમામ ગુજરાતીઓને ખબર છે કે મોટેલ, બાર કે પેટ્રોલ પંપ પર સાંજની શાંતિ કેટલી ભયાનક હોઈ શકે છે. સાંજના સમયે કોઈપણ વ્યસની આવે અને ગન બતાવીને કાઉન્ટરમાંથી પૈસા લઈ જાય અથવા તો ખાદ્ય વસ્તુ કે મફતમાં પેટ્રોલ પુરાવી જાય. 

આ પ્રકારની ઘટના અહીં સામાન્ય ગણવામાં આવે છે અને આવા વાર્ષિક સરેરાશ 11 લાખ જેટલા ગુનાઓ અમેરિકામાં નોંધાય છે. પરંતુ ગંભીર કહી શકાય એવી ઝપાઝપી કે ફાયરિંગમાં મૃત્યુ થયા હોય એ પ્રકારે મોટી ઘટનાઓ કહી શકાય એવી 2016માં 20 અને 2023માં આવી 48 ઘટનાઓ ઘટી છે. 

આ પણ વાંચો: સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા

2016 પછી આ આંકડો આજે ડબલ થઈ ગયો છે. 2019 માં જ્યારે કોવિડની શરુઆત હતી ત્યારે સૌથી વધુ ગન બતાવીને લૂંટવાની 12 લાખથી વધુ ઘટનાઓ અમેરિકામાં નોંધાઈ હતી. જ્યારે ગુજરાતીઓ સાથે આવું કંઈક થાય છે ત્યારે માત્ર ત્યાં રહેતા પરિવારજનો જ નહીં પરંતુ ભારત સ્થિત ગુજરાતી પરિવારના વતનમાં પણ સન્નાટો છવાઈ જાય છે. 

અમેરિકાના કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, ટેક્સાસ અને ફ્લોરિડા આ પ્રકારના ગુના માટે વધુ કુખ્યાત છે. જો કે અમેરિકા સ્થિત ગુજરાતી સમાજ દ્વારા આ પ્રકારની માર્ગદર્શિકાઓ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ફેલાવવામાં આવે છે. અહીં મોટેલ, પેટ્રોલ પંપ કે કેશ કાઉન્ટરવાળી દુકાનો આના હાઈ રિસ્ક લોકેશન છે.

અમેરિકામાં દર વર્ષે એક ગુજરાતી ગન કલ્ચરનો ભોગ બને છે, સમાજને સતર્ક રહેવા સૂચના 2 - image