Get The App

ગુજરાતી લોક ગાયક કાજલ મહેરિયાએ કડી વિધાનસભા બેઠક માટે માગી ટિકિટ, જાણો શું કહ્યું

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતી લોક ગાયક કાજલ મહેરિયાએ કડી વિધાનસભા બેઠક માટે માગી ટિકિટ, જાણો શું કહ્યું 1 - image


Kadi Assembly by Election: કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે (25 મે) ગુજરાત વિધાનસભાની કડી તથા વિસાવદર બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ વિસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે ભાજપના વર્તમાન ધારાસભ્યનું અવસાન થતાં કડીની બેઠક ખાલી પડી હતી. ત્યારે હવે કડી વિધાનસભા બેઠક પર ભાજપમાંથી લોક ગાયક કાજલ મહેરિયાએ ટિકિટ માગી છે. તેમણે કડી બેઠક પર દાવેદારી નોંધાવતા નિરીક્ષકો સમક્ષ બાયોડેટા રજૂ કર્યો છે. 

ગાયક તરીકે સેવા કરું છું પણ રાજકારણમાં આવીને વધુ સેવા કરી શકીશ: કાજલ મહેરિયા

આ અંગે મીડિયા સમક્ષ વાત કરતા લોક ગાયક કાજલ મહેરિયાએ કહ્યું કે, મેં ટિકિટ માગી છે. છેલ્લા 15 -20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું. બધા કામોમાં મારી હાજરી છે. હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરીશ. મારુ બળ જાગશે અને પાર્ટી માટે કામ કરવાની મારી શક્તિ વધી જશે. 15 વર્ષથી જોડાયેલું છું એટલે વધારે શક્તિ જાગી છે કે હું પણ કંઈક કામ કરું પાર્ટી માટે. લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે. ભાજપ પાર્ટી વતી હાલ હું કલાકારની ક્ષેણીમાં કામ કરું જ છું. પરંતુ રાજકારણમાં આવીને તેનાથી પણ વધારે જોરદાર સેવા કરવાનો મોકો મળે.'

કોણ છે કાજલ મહેરિયા?

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના રોજ એક ખેડૂત પરિવારમાં કાજલ મહેરિયાનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ છે તેઓ એક ખેડૂત છે. કાજલ મહેરિયા લોકગીત, ભજન, લગ્ન ગીત, રાસ-ગરબા, આબ્લમ સોંગ અને ફિલ્મી સોંગ પણ ખુબ સુંદર રીતે ગાય છે. કાજલ સોશિયલ મીડિયામાં પણ બહુ જ એક્ટિવ રહે છે. તેમને ઈન્સ્ટાગ્રામમાં 1.9 મિલિયન ફોલોઅર્સ છે. સિંગર કાજલ મહેરિયા ગુજરાતની મહિલા સિંગરમાં જાણીતું નામ છે.


Tags :