ગુજરાતી ચલચિત્ર પારિતોષિક-2023 જાહેર: વિજેતા કલાકારોને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત થશે
AI IMAGE |
Gujarati Film Awards 2023 Winners: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે 'ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019' અંતર્ગત વર્ષ 2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે. આ નીતિ હેઠળ ગુજરાતી ફિલ્મોના કલાકારો અને કસબીઓને વિવિધ શ્રેણીઓમાં રોકડ પુરસ્કાર અને પારિતોષિકો એનાયત કરવામાં આવે છે.
વર્ષ 2023 દરમિયાન સિનેમાગૃહોમાં પ્રદર્શિત થયેલી ફિલ્મો માટે કુલ 46 કેટેગરીમાંથી 40 કેટેગરીમાં વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. રાજ્ય સરકાર આગામી સમયમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરી આ વિજેતા કલાકાર-કસબીઓને સન્માનિત કરશે અને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી એનાયત કરશે.
આ પારિતોષિકોનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વધુ ગુણવત્તાયુક્ત ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ગુજરાતી સિનેમાનો વ્યાપ વધે અને તેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે. આ સન્માન સમારોહમાં કલાકારો, દિગ્દર્શકો અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.