Get The App

હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ, રેલવે વિભાગે મૂક્યા ATVM

Updated: Jan 10th, 2025

GS TEAM

Google News
Google News
હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ, રેલવે વિભાગે મૂક્યા ATVM 1 - image

ATVM Machine: દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે હવે ભારતીય રેલવે પણ આ વિશે પોતાને અપડેટ કરી રહ્યું છે. ભારતીય રેલવે ટેક્નોલોજીના ઉપયોગ થકી હવે મુસાફરોની યાત્રાને વધુ સરળ બનાવી રહ્યું છે. જે માટે હવે યાત્રાળુઓને ટિકિટ ખરીદવા માટે લાંબી લાઇનમાંથી છૂટકારો આપવામાં આવ્યો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સહિત પાંચ રેલવે સ્ટેશન પર ATVM મશીન મૂકવામાં આવ્યા છે. જેની મદદથી જેમ એટીએમમાંથી પૈસા મેળવે છે, તેવી જ રીતે મુસાફરો ATVM મશીનથી ટિકિટ મેળવી શકશે.

ATVM મશીન દ્વારા મેળવી શકાશે ટિકિટ

મુસાફરો તાત્કાલિક ટિકિટ મેળવી શકે તે માટે રેલવે વિભાગે ATVM એટલે કે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન મૂક્યા છે. જેની મદદથી જે પ્રકારે મુસાફરો પહેલાં ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ મેળવતા હતાં, તે જ રીતે હવે મશીન દ્વારા જાતે ટિકિટ મેળવી શકાશે. ATVM મશીન દ્વારા લોકો જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ મેળવી શકશે. મશીન દ્વારા મુસાફરો યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ તથા સિઝન પાસ પણ મેળવી શકે છે. 

આ પણ વાંચોઃ સુરતમાં ટ્રેનના કોચનો દરવાજો ન ખોલતાં માથાકૂટ, યુવકે અશ્લીલ હરકત કરતાં તોડફોડ, 6ની અટકાયત

પાંચ જગ્યાએ મૂકાયા મશીન

રેલવે વિભાગ દ્વારા ફક્ત કાલુપુર જ નહીં પરંતુ અન્ય 4 સ્થળોએ પણ ATVM મશીન મૂકવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં 3, સાબરમતીમાં 2, વિરમગામમાં 1, મહેસાણા 1 અને ગાંધીધામમાં 1 ATVM મશીન મૂકવામાં આવ્યું છે.

કેવી રીતે મેળવવી ટિકિટ? 

  • સૌથી પહેલાં ATVM માં દેખાતા માનચિત્રથી અથવા ટાઇપ કરીને ગંતવ્ય સ્ટેશન સિલેક્ટ કરો.
  • બાદમાં ટ્રેનનો પ્રકાર પસંદ કરો. (જેમકે, મેલ/ એક્સ્પ્રેસ અથવા સુપરફાસ્ટ)
  • બાદમાં ચૂકવણી માટે સ્માર્ટ કાર્ડ અથવા ક્યૂઆર કોર્ડમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરો.
  • ક્યુઆર કોર્ડને BHIM, PhonePe, GPay, Paytm વગેરેથી સ્કેન કરી પેમેન્ટ કરી શકશો.
  • યુપીઆઈ પીન નાંખી પેમેન્ટને 108 સેકન્ડમાં પૂર્ણ કરવાનું રહેશે.
  • આ સિવાય સ્માર્ટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકાશે.

આ પણ વાંચોઃ વડોદરા શિક્ષણ સમિતિના 570 કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે સમિતિની તારીખ 13 મીએ મીટીંગ

ક્યાંથી મળશે સ્માર્ટ કાર્ડ? 

રેલવે મુસાફરો યુટીએસ કાઉન્ટર પરથી સ્માર્ટ કાર્ડ મેળવી શકે છે, તેમજ આ જ કાઉન્ટર પરથી કાર્ડમાં રિચાર્જ પણ કરાવી શકે છે. સ્માર્ટ કાર્ડની લઘતમ મર્યાદા 50 રૂપિયા તેમજ મહત્તમ મર્યાદા 20 હજાર નક્કી કરવામાં આવી છે. નોંધનીય છે કે, સ્માર્ટ કાર્ડ દ્વારા ટિકિટ ખરીદવા પર મુસાફરને 3 ટકા જેટલું બોનસ પણ આપવામાં આવશે.