Gujarat

ગુજરાતમાં વરસાદ માટે જોવી પડશે રાહ, આગામી 7 દિવસ ગરમી તોબા પોકારશે, 13 જૂને વાતાવરણ પલટાશે!

By GS TEAM
7 Jun 20263 mins read
TukuTouch Logo
હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનાર 13 જૂન સુધી રાજ્યમાં ગરમીનો પારો ઊંચો જ રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ઘટાડો જોવા નહીં મળે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે આગામી સમય ભારે રહેશે. ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં સમગ્ર સપ્તાહ દરમિયાન વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે. તો દક્ષિણ ગુજરાતથી વિપરીત, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી 4 થી 5 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન તદ્દન સૂકું રહેશે. વરસાદની વચ્ચે રાહતના સમાચાર એ છે કે, અગાઉ જે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હતી, તે ચેતવણી હવે હવામાન વિભાગે વાતાવરણમાં પલટો આવતા પાછી ખેંચી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં વરસાદ માટે જોવી પડશે રાહ, આગામી 7 દિવસ ગરમી તોબા પોકારશે, 13 જૂને વાતાવરણ પલટાશે!

Gujarat Weather Update: હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનાર 13 જૂન સુધી રાજ્યમાં ગરમીનો પારો ઊંચો જ રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ઘટાડો જોવા નહીં મળે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે આગામી સમય ભારે રહેશે. ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં સમગ્ર સપ્તાહ દરમિયાન વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે. તો દક્ષિણ ગુજરાતથી વિપરીત, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી 4 થી 5 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન તદ્દન સૂકું રહેશે. વરસાદની વચ્ચે રાહતના સમાચાર એ છે કે, અગાઉ જે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હતી, તે ચેતવણી હવે હવામાન વિભાગે વાતાવરણમાં પલટો આવતા પાછી ખેંચી લીધી છે.


ગુજરાતમાં કઈ તારીખે કયા જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી?

8 જૂન

નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી

9 જૂન

નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી

10 જૂન

નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી

11 જૂન

સુરત, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર

12 જૂન

ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર

13 જૂન

ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર


ક્યાં ક્યારે પહોંચશે ચોમાસું?

ગોવા અને તેલંગાણા: 7-8 જૂન સુધી

મહારાષ્ટ્ર: 5થી 10 જૂન સુધી

ગુજરાત: 20 જૂન સુધી

મધ્યપ્રદેશ: 15થી 20 જૂન

પૂર્વી યુપી અને બિહાર: 15થી 20 જૂન સુધી

મધ્ય યુપી: 20થી 25 જૂન

રાજસ્થાન: 25થી 30 જૂન

દિલ્હી-NCR: 30 જૂનની આસપાસ

મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી

દેશમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂને (South-West Monsoon) હવે જોરદાર રફતાર પકડી લીધી છે. હવામાન વિભાગ (IMD) ના તાજા અહેવાલ મુજબ, ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ચૂક્યું છે. આ ચોમાસાએ 4 જૂનના રોજ કેરળના દરિયાકાંઠે દસ્તક દીધી હતી અને તેના માત્ર 48 કલાકની અંદર જ તે દેશના સાત રાજ્યો સુધી પહોંચી ગયું છે. હાલમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર અને મિઝોરમમાં ચોમાસાના વાદળો છવાઈ ગયા છે. આ સિવાય ગોવા અને આંધ્રપ્રદેશમાં પણ ચોમાસાની વ્યાપક અસર જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ભાવનગર: પાલીતાણામાં અનોખી ઘટના, પ્રવાસીની કિંમતી બેગ લઈને ભાગ્યો સિંહ! જાણો આખો મામલો

આગામી એક સપ્તાહ ભારે વરસાદની આશંકા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા દરમિયાન કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ઘણી જગ્યાએ 7 થી 20 સેમી સુધીનો વરસાદ ખાબકી શકે છે. નોંધનીય છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં ત્રણ દિવસ મોડું પહોંચ્યું છે, સામાન્ય રીતે તે 1 જૂને કેરળ પહોંચતું હોય છે. આગામી 2 થી 5 દિવસમાં મોનસૂન મહારાષ્ટ્રના બાકીના ભાગો, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા અને પૂર્વોત્તરમાં આગળ વધે તેવી પ્રબળ શક્યતા છે.