Get The App

ગુજરાતના 12 જિલ્લામાં વરસાદનું ઍલર્ટ, જાણો ચોમાસું ક્યારે સક્રિય થશે

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતના 12 જિલ્લામાં વરસાદનું ઍલર્ટ, જાણો ચોમાસું ક્યારે સક્રિય થશે 1 - image


Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, કેટલાક રાજ્યોમાં ચોમાસું આવી ગયું છે. 14મી જૂનથી ચોમાસું ખૂબ જ સક્રિય થઈ શકે છે. જેના કારણે 16મી જૂન પછી ઘણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રિ મોન્સુનનો વરસાદ શરુ થઈ શકે છે. નોંધનીય છે કે, હાલમાં ગરમીને કારણે બધાની હાલત ખરાબ થઈ રહી છે. 

ચોમાસું ક્યારે સક્રિય થશે?

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં વરસાદની સંભાવના છે. 13મી જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરુ થશે. ત્યારબાદ ચોમાસું ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધશે. ઘણા જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.



આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50ના મોત, અનેક પરિવારના દીપ ઓલવાઈ ગયા


આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?

13મી જૂને ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ભાવનગર, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, દાહોદ, પંચમહાલ, તાપી અને ડાંગ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. 14મી જૂને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત જિલ્લામાં જુદા જુદા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ છે. આ ઉપરાંત ગીર-સોમનાથ, અમરેલી, મહિસાગર, ભરુચ, વલસાડ, દાહોદ, નર્મદા, બોટાદ, ભાવનગર, સુરતમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતના 12 જિલ્લામાં વરસાદનું ઍલર્ટ, જાણો ચોમાસું ક્યારે સક્રિય થશે 2 - image

Tags :