રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 24 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, ત્યારે ગુરુવારે (18 જૂન) ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ ઍલર્ટ
હવામાન વિભાગે 18 જૂને રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાકના જાહેર કરેલા Nowcast અનુસાર, મહેસાણામાં ભારે વરસાદની લઈને રેડ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન તમામ જિલ્લામાં 40 કિમી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
19 જૂનની આગાહી
19 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.















