અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
- 6 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી યોજાશે પરીક્ષા
અમદાવાદ, તા. 19 જુલાઈ 2020 રવિવાર
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે પહેલા તબક્કામાં બી.એડ, એમ.એડ, લાઇબ્રેરી સાયન્સ અને ઓડિયો વિઝ્યુલ્સની પરીક્ષા, બીજા તબક્કામાં એમ.એ, ગુજરાતી અને હિન્દી, ત્રીજા તબક્કામાં એમ.એ સમાજશાસ્ત્ર અને ચોથા તબક્કામાં એમ.એસ ડબ્લ્યુ જ્યારે પાંચમા તબકકમાં પત્રકારત્વની પરીક્ષા યોજાશે.
સામાજિક અંતર જળવાઈ રહે તે માટે અલગ અલગ તબક્કાવાર અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે કેમ્પસમાં બોલાવવામાં આવશે અને તેમના માટે હોસ્ટેલમાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
એક વર્ગ ખંડમાં 30 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થવાના 2 દિવસ પહેલા જ કેમ્પસમાં બોલાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠના સાદરા અને રાંધેજા કોલેજ કેમ્પસની પરીક્ષા પણ 26મી સપ્ટેમ્બર સુધી ચાલશે.