Gujarat

ગુજરાતમાં માવઠાનો માર: રાજુલામાં 6 ઇંચ, ગળતેશ્વરમાં 3 ઇંચ, 4 કલાકમાં 137 તાલુકામાં વરસાદ

By GS TEAM
27 Oct 20252 mins read
TukuTouch Logo
રાજ્યમાં કમોસમી વરસાદનો કેર સતત જારી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રવિવારે (27 ઑક્ટોબર) સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં કુલ 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમરેલીના રાજુલામાં સૌથી વધુ 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં માવઠાનો માર: રાજુલામાં 6 ઇંચ, ગળતેશ્વરમાં 3 ઇંચ, 4 કલાકમાં 137 તાલુકામાં વરસાદ

Gujarat Rain Update: રાજ્યમાં કમોસમી વરસાદનો કેર સતત જારી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રવિવારે (27 ઑક્ટોબર) સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં કુલ 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમરેલીના રાજુલામાં સૌથી વધુ 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો.


સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો?

આ 4 કલાકના ગાળામાં મેઘરાજાએ અનેક વિસ્તારોને ભીંજવ્યા હતા. હવામાન વિભાગના આંકડા અનુસાર, સૌથી વધુ અમરેલીના રાજુલા તાલુકામાં 6.22 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય ભાવનગરના મહુવામાં 3.39 ઇંચ વરસાદ, ખેડાના ગળતેશ્વરમાં અને ભાવનગરના વલ્લભીપુરમાં 3.15 ઇંચ તેમજ અમરેલીના લિલિયામાં 3.07 ઇંચ વરસાદ નોંધાયો હતો.


આ પણ વાંચોઃ હિંમતનગર સ્ટેશન પરથી 79 લાખનું એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત, આંતરરાજ્ય ડ્રગ્સ હેરફેરની આશંકા

આ ઉપરાંત, મહીસાગરના બાલાસિનોરમાં 1.93 ઇંચ, પંચમહાલના જસદણમાં અને ગીર સોમનાથના ઉનામાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો હતો.


કુલ 137 તાલુકાઓમાં વરસાદી માહોલ

સવારે 6થી 10 વાગ્યાના આ ટૂંકા ગાળામાં જ, રાજ્યના કુલ 137 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લામાં નોંધાયો છે, જ્યાં ટોચના 5 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર, ખેડા, પંચમહાલ, ગીર સોમનાથ, બોટાદ, અરવલ્લી, દાહોદ અને વડોદરા સહિતના અનેક જિલ્લાઓમાં 10 MM કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછા વરસાદવાળા તાલુકાઓમાં સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર અને અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે, જ્યાં માત્ર 1 MM (0.04 ઇંચ) વરસાદ નોંધાયો છે.


આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કાર ઉમેટા બ્રિજ પાસે આગમાં લપેટાઈ, ટ્રાફિક જામ : તમામનો બચાવ

આ કમોસમી વરસાદે ખેતરોમાં તૈયાર પાકને નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલ છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.